Friday, 22/11/2024
Dark Mode

ઝાલોદના પડીમહુડી દરગાહ ઉપર ગયેલા બે વ્યક્તિને કરંટ લાગતા ગંભીર ઇજાઓ:ઇજાગ્રસ્ત એક વ્યક્તિને ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર, ત્યારે બીજાને ગંભીર સ્થિતિમાં દાહોદના ખાનગી દવાખાનામાં ખસેડાયો

ઝાલોદના પડીમહુડી દરગાહ ઉપર ગયેલા બે વ્યક્તિને કરંટ લાગતા ગંભીર ઇજાઓ:ઇજાગ્રસ્ત એક વ્યક્તિને ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર, ત્યારે બીજાને ગંભીર સ્થિતિમાં દાહોદના ખાનગી દવાખાનામાં ખસેડાયો

  બાબુ સોલંકી :- સુખસર 

ઝાલોદના પડીમહુડી દરગાહ ઉપર ગયેલા બે વ્યક્તિને કરંટ લાગતા ગંભીર ઇજાઓ,ઇજાગ્રસ્ત એક વ્યક્તિને ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર, ત્યારે બીજાને ગંભીર સ્થિતિમાં દાહોદ ખાનગી દવાખાનામાં ખસેડાયો.

સુખસર,તા.૨૧

ઝાલોદના પડીમહુડી દરગાહ ઉપર ગયેલા બે વ્યક્તિને કરંટ લાગતા ગંભીર ઇજાઓ:ઇજાગ્રસ્ત એક વ્યક્તિને ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર, ત્યારે બીજાને ગંભીર સ્થિતિમાં દાહોદના ખાનગી દવાખાનામાં ખસેડાયો

ઝાલોદ તાલુકાના ઝાલોદ પાસે આવેલ પડી મહુડી ગામે આજરોજ દરગાહ પર દર્શન કરવા ગયેલા ઝાલોદ ના ૨ યુવાનોને દરગાહના દરવાજાને સ્પર્સ કરતાજ જોરદાર વીજ કરંટ નો ઝાટકો લાગ્યો હતો.જેમાં ફેંકાઈ ગયેલા એક યુવાનને માથામાં જ્યારે બીજા યુવાનને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ઝાલોદ દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ઝાલોદ પાસે આવેલ પડીમહુડી ગામે દરગાહ આવેલ છે.જે દરગાહ ઉપર આજરોજ ઝાલોદના હુસૈન ખાન ઝહિરખાન પઠાણ તથા મઝહર ખાન પઠાણનાઓ દર્શન માટે ગયા હતા.અને દરગાહના લોખંડના દરવાજાને સ્પર્શ થતા જ આ બંને યુવાનો વીજ કરંટનો ઝટકો લાગતાં જોશભેર ફેકાઈ ગયા હતા.જેમાં હુસેનખાન જહીર ખાન પઠાણને માથાના ભાગે તથા મઝહર ખાન પઠાણને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. આ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઝાલોદ ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હુસેન ખાન પઠાણને ઝાલોદ ખાતે સારવાર આપવામાં આવી હતી.જ્યારે મઝહર ખાન પઠાણને વધુ સારવાર માટે દાહોદ ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવેલ હોવાનું અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, પડીમહુડી ખાતે આવેલ દરગાહ ઉપર હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો દર્શન માટે મોટી સંખ્યામાં અવાર-નવાર આવતા રહે છે.આ દરગાહ પાસેથી ૧૧ કેવીની વીજ લાઈન પસાર થાય છે. અને આવી જેના કારણે જ આ બંને યુવાનો ને કરંટ લાગ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ત્યારે ક્યારેક મોટી જાનહાનિ થવાનો પણ ભય સતાવી રહ્યો છે.ત્યારે આ દરગાહ પાસેથી પસાર થતી વીજ લાઈનને તાત્કાલિક ખસેડી આવનાર સમયમાં થનાર જાનહાનિને નિવારવા વીજ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
ફોટો÷ પડીમહુડી દરગાહ ઉપર વીજકરંટ લાગતા ઈજાગ્રસ્ત થયેલા યુવાનો નજરે પડે છે.

error: Content is protected !!