ધાનપુરના મંડાવ ગામમાં ખોરાકની શોધમાં આવેલ દીપડો પાણી ભરેલા કુવામાં ખાબકતા મોતને ભેટ્યો:વનવિભાગે અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કર્યો

Editor Dahod Live
1 Min Read

મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દે.બારીયા તા.15

ધાનપુર તાલુકાના મંડાવ ગામમાં ગતરાત્રે ખોરાકની શોધમાં આવેલ દીપડો પાણી ભરેલા કુવામાં ખાબકતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના માંડવ ગામના ઉંચવાસ ફળિયામાં ગતરાત્રે ખોરાકની શોધમાં આવેલ 5 વર્ષીય દીપડો પાણી ભરેલા કુવામાં ખાબક્યો હતો. જેમાં કૂવાના પાણીમાં ડુબી જવાથી દીપડાનું મોત નીપજ્યું હતું.ત્યારબાદ આજરોજ સવારે ગ્રામજનોએ આ બનાવની જાણ વનવિભાગને કરતા વન વિભાગના કર્મચારીઓ હતા તાબડતોડ દોડી આવી મૃત દીપડાના શબને બહાર કાઢી પીએમ અર્થે મોકલી દીધો હતો. જ્યાં પીએમ કર્યા બાદ વનવિભાગના કર્મીઓએ મૃતક દીપડાનું અંતિમ સંસ્કાર કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

Share This Article