સંતરામપુર તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ મેઘો મહેરબાન થતાં ધરતીપુત્રો ગેલમાં

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.14

સંતરામપુર નગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી.સંતરામપુર નગરમાં ઘણા દિવસોના વિરામ બાદ આજરોજ સંતરામપુર નગરમાં પંથકમાં દિવસ દરમિયાન વરસાદની બેટિંગ ચાલી હતી.સમગ્ર તાલુકામાં  સતત વરસાદ ચાલુ રહેતા સંતરામપુર પંથકમાં ખેડૂતોને ખેતીલાયક વરસાદ થયો સારો વરસાદ થતાં ઘાસચારોના પાણીમાં ખેડૂતો માટે જીવનદાન મળ્યું હતું.સંતરામપુર તાલુકાના અલગ-અલગ ગામડાઓમાં સારો વરસાદ પડતા નદીનાળાં કોતરો ભરાઈ જતા અને સારો વરસાદ થવાના કારણે ચોમાસુ પાક નું ખેડૂતો માટે આશા બંધાઈ છે.જોકે ઘણા વિરામ બાદ સંતરામપુર પંથકમાં દિવસ ભર વરસાદે બેટિંગ કરી હતી.આખો દિવસ વરસાદ સારો પડતા ઘાસચારો અને ખેતર ખેતીના પાકમાં થવાની આશા બંધાઈ છે. સંતરામપુર પંથકમાં દિવસ વરસાદમાં બે થી ત્રણ ઇંચ જેટલો નોંધાયો હતો.સિઝનમાં આજરોજ સારો વરસાદ પડયો હતો.જ્યારે કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેત બેથી ત્રણ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો.સારો વરસાદ થતાં ખેડૂતો ને ચોમાસા પાકની આશા બંધાઈ છે. સંતરામપુર નગરના કેટલાક નીચલા વિસ્તારોમાં પણ પાણી પણ ભરાયા હતા. જરમર જરમર વરસાદે  આખો દિવસ વરસાદે બેટિંગ કરી હતી.

Share This Article