ગરબાડામાં અસામાજિક તત્વોનો આતંક:રામનાથ મહાદેવ મંદિરના ગેટની પાસે ભક્તોને બેસવા માટે સિમેન્ટના બાંકડા અસામાજિક તત્વો દ્વારા તોડી પાડ્યા

Editor Dahod Live
1 Min Read

  વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.04

ગરબાડામાં અસામાજિક તત્વોનો આતંક
ગરબાડા રામનાથ મહાદેવ મંદિરના ગેટની પાસે ભક્તોને બેસવા માટે સિમેન્ટના બાંકડા મૂકવામાં આવ્યા હતા પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા આ બાંકડા આડા પાડી દેવામાં આવ્યા હતા અગાઉ થોડા સમય પહેલા પણ વિશ્વકર્મા મંદિર આગળ મૂકેલા બાંકડા સાતથી આઠ જેટલા તોડી નાખવામાં આવ્યા હતા અને આડા પાડી દેવામાં આવ્યા હતા પોલીસ તંત્ર દ્વારા મંદિર પરિસર તરફ કરતા આવા અસામાજીક તત્વો નું ધ્યાન રાખી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બાબત બની છે જેથી કરી આ વાત અસમાજિક તત્વો પર અંકુશ લાવી શકાય પ્રસ્તુત તસવીરમાં આડા પડેલા બાકડા દ્રશ્યમાન થાય છે.

Share This Article