Thursday, 21/11/2024
Dark Mode

દાહોદજિલ્લામાં કોરોનાનો કાળો કેર યથાવત:મુખ્ય આરોગ્ય અધિકારી સહીત અધધ..38 પોઝીટીવ કેસો સાથે કોરોનાનો કુલ આંક 500 નજીક પહોંચ્યો

દાહોદજિલ્લામાં કોરોનાનો કાળો કેર યથાવત:મુખ્ય આરોગ્ય અધિકારી સહીત અધધ..38 પોઝીટીવ કેસો સાથે કોરોનાનો કુલ આંક 500 નજીક પહોંચ્યો

   જીગ્નેશ બારીયા @ દાહોદ  

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લામાં એક મહિનામાં સતત બીજી વખત કોરોના મહત્તમ આંકડોનો વિસ્ફોટ થતાં શહેર સહિત જિલ્લાવાસીઓમાં ભય ફેલાઈ જવા પામ્યો છે ત્યારે દાહોદ શહેર તો કોરોના સંક્રમણની નાગચુડમાં જકડાઈ ગયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં મુખ્ય આરોગ્ય સહિત કુલ ૩૮ લોકો કોરોના પોઝીટીવ નોંધાયાની જાહેરાત થયાં બાદ જિલ્લામાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ ૩૮ પૈકી દાહોદનો વધુ એક તબીબનો પણ સમાવેશ થવા પામ્યો છે. જિલ્લામાં આજરોજ ૩૭ કેસો પૈકી ૨૫ દર્દીઓ દાહોદ શહેરમાં નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમીતનો કુલ આંકડો ૪૯૨ પર પહોંચવા પામ્યો છે ત્યારે એકલા દાહોદ શહેરનો ૩૭૧ દર્દીઓ કોરોના પોઝીટીવ નોંધાતા કોરોના સંક્રમણ વધુ ભયાનક વધતો જવા પામ્યો છે. શહેરમાં ચિંતા જનક પ્રસરી રહેલા કોરોના મહામારીને જાેતા દાહોદ શહેર કોરોના હોસ્ટપોસ્ટની કગાર પર આવીને ઉભો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે ૧૭૬ સેમ્પલો કલેક્ટર કરી તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી ૧૩૮ ના નેગેટીવ રિપોર્ટાે આવવા પામ્યા હતા જ્યારે બે તબીબો મળી કુલ ૩૮ પોઝીટીવ કેસો દાહોદમાં નોંધાવા પામ્યા છે જ્યારે વધુ ૮ દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાતા હાલ ૨૭૮ એક્ટીવ કેસો રહેવા પામ્યા છે.

આજના ૩૮ પોઝીટીવ કેસોમાં (૧) કેદારભાઈ ફખરૂદ્દીન નગદી, (ઉ.વ.૫૫. રહે.સુજાઈબાગ,દાહોદ), (૨) ર્ડા.રમેશભાઈ પહાડીયા (ઉ.વ.૫૪, ગોવિંદનગર,દાહોદ), (૩) હંસાબેન જયંતિલાલ લાલપુરવાલા (ઉ.વ.૩૯, ઈન્દૌર રોડ,દાહોદ), (૪) રીમ્પલાબેન જયંતિલાલ લાલપુરવાલા (ઉ.વ.૩૯, ઈન્દૌર રોડ,દાહોદ), (૫) ઈશ્વરભાઈ મોહનલાલ દયાલાની (ઉ.વ.૬૦, ગોદી રોડ,દાહોદ), (૬) મહેશભાઈ ઈશ્વરભાઈ કેલવાણી (ઉ.વ.૪૨, રહે.ગોદીરોડ,દાહોદ), (૭) જયંતિલાલ ઓચ્છવલાલ લાલપુરવાલા (ઉ.વ.૬૭, ઈન્દૌર રોડ,દાહોદ), (૮) અર્પિત કિશોરભાઈ પ્રજાપતિ (ઉ.વ.૨૮, બહારપુરા, દાહોદ), (૯) સારાબેન હસનીભાઈ ભાભરાવાલા (ઉ.વ.૬૫, રહે.સૈફીમહોલ્લા,દાહોદ), (૧૦) કિરણબેન તેજમલ પ્રિતમાણી (ઉ.વ.૫૦, ગોદી રોડ,દાહોદ), (૧૧) તસ્નીમબેન જુજરભાઈ રાયલીવાલા (ઉ.વ.૪૦, ઠક્કર ફળિયા,દાહોદ), (૧૨) ઉમુલ્લાબાની મુર્તુઝા ભાભરાવાલા (ઉ.વ.૩૧,ઠક્કર ફળિયા,દાહોદ), (૧૩) મેહુલભાઈ બાબુભાઈ મિશ્રા (ઉ.વ.૪૫, ગોવિંદનગર,દાહોદ), (૧૪) કનાભાઈ રૂપાભાઈ મોરી (ઉ.વ.૬૦, લીમડી,દાહોદ), (૧૫) મનોજબેન દિપકકુમાર દોશી (ઉ.વ.૫૧, ગોદીરોડ,દાહોદ), (૧૬) રાસીદાબેન સાજીદભાઈ લીમખેડાવાલા (ઉ.વ.૬૮, સૈફી મહોલ્લા,દાહોદ), (૧૭) રષેશ હસમુખલાલ શાહ (ઉ.વ.૪૬, દેસાઈવાડા,દાહોદ), (૧૮) પ્રવિણભાઈ હરીલાલ શાહ (ઉ.વ.૭૦, ગુજરાતીવાડ,દાહોદ), (૧૯) પીનાલી રશેષ શાહ (ઉ.વ.૪૦,દેસાઈવાડા,દાહોદ), (૨૦), ચિંતાત મનસુખલાલ ડાભી (ઉ.વ.૪૫, પંકજ સોસાયટી,દાહોદ), (૨૧) લીનાબેન મનસુખભાઈ ડાભી (ઉ.વ.૭૦,પંકજ સોસાયટી,દાહોદ), (૨૨) નીલેશભાઈ ભેરૂલાલ મહેતા (ઉ.વ.૪૪, નવકાર નગર,દાહોદ), (૨૩) અક્ષયભાઈ રાજુભાઈ માવી (ઉ.વ.૧૩,નઢેલાવ,ગરબાડા), (૨૪) આશિષકુમાર હિંમતલાલ ડાભી (ઉ.વ.૪૬, ગોદી રોડ,દાહોદ), (૨૫) ર્ડા.રમેશચંદ્ર કાળીદાસ શેઠ (ઉ.વ.૭૦, રામનગર,દાહોદ), (૨૬) ઈન્દ્રવદન ઓચ્છવલાલ શાહ (ઉ.વ.૯૨, હનુમાન બજાર,દાહોદ) , (૨૭) બારીયા બાબુભાઈ દલસુખભાઈ (ઉ.વ.૫૫,સ્ટેશન ફળિયુ,અંધારી) (૨૮) બારીયા સકરીબેન બાબુભાઈ(ઉ.વ.૫૦, સ્ટેશન ફળિયુ,અંધારી), (૨૯) બારીયા મીનાબેન ભારતભાઈ (ઉ.વ.૩૫, અંધારી, સ્ટેશન ફળિયુ), (૩૦) બારીયા જીતેન્દ્રકુમાર ભારત (ઉ.વ.૧૦, સ્ટેશન ફળિયુ,અંધારી), (૩૧) બારીયા કમલેશભાઈ બાબુભાઈ (ઉ.વ.૨૩, સ્ટેશન ફળિયુ, અંધારી) , (૩૨) કટારા કનુ કે. (ઉ.વ.૪૮, ધાનપુર,દે.બારીઆ), (૩૩) ગરાસીયા આયુષી વિનેશભાઈ (ઉ.વ.૧૧,રહે.સાંપોઈ,નવી વસાહત), (૩૪) ગરાસીયા નાનુભાઈ દિતાભાઈ (ઉ.વ.૩૫, સાંપોઈ, નવી વસાહત), (૩૫) પ્રજાપતિ પિન્ટુભાઈ સડીયાભાઈ (ઉ.વ.૨૧, સાંપોઈ, નવી વસાહત), (૩૬) ર્ડા.ચીરાગ ગોવિંદભાઈ લબાના (ઉ.વ.૩૦, કારઠ ફળિયુ), (૩૭) લબાના ભુલીબેન ગોવિંદભાઈ (ઉ.વ.૬૦, કારઠ ફળિયુ) અને (૩૮) લખારા શ્લોકકુમાર સુનીલભાઈ (ઉ.વ.૧૨, ઝાલોદ), આમ, આરોગ્ય વિભાગ દ્વારા સરકારી ક્વોરેન્ટાઈ મળી કુલ ૧૧૩૩૩ સેમ્પલો કલેક્ટર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા તે પૈકી ૧૦૫૯૧ ના રિપોર્ટ નેગેટીવ આવવા પામ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીનો કુલ આંકડો ૪૯૨ પર પહોંચવા પામ્યો છે તેમાંથી ૧૮૪ લોકો કોરોના મુક્ત હાલ ૨૭૮ એક્ટીવ કેસો જિલ્લામાં કોવિડ – ૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અત્યાર સુધી કોરોનાના કાળા કેરે કુલ ૩૦ લોકોનો ભોગ લેતા આરોગ્ય તંત્રમાં એક પ્રકારની ચિંતા વ્યાપી છે. દાહોદ જિલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્ર ચિંતાનો માહોલ તો વધ્યો છે સાથે જ જિલ્લાવાસીઓમાં પણ એકપ્રકારનો ફફડાટ ફેલાયો છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.પહાડીયા પણ આજે પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં વધુ ચિંતા જાેવા મળી હતી કારણ કે, મુખ્ય આરોગ્ય અધિકારી જ જ્યારે કોરોનાગ્રસ્ત થયા ત્યારે હવે સમગ્ર આરોગ્ય તંત્ર કોના તાબા હેઠળ સંચાલિત થશે તે પણ જિલ્લાવાસીઓમાં ચર્ચા થવા પામી છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, મુખ્ય આરોગ્ય અધિકારી સહિત મુખ્ય વિવિધ ૪ પદો ખાલી છે ત્યારે આવી વિકટ પરિસ્થિતીમાં આ સમગ્ર કામગીરી હવે કોણ સંભાળશે તે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

error: Content is protected !!