Monday, 26/07/2021
Dark Mode

ફતેપુરાના વેપારીનું વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન મોત:વડોદરામાં જ અંતિમવિધિ કરાશે.

ફતેપુરાના વેપારીનું વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન મોત:વડોદરામાં જ અંતિમવિધિ કરાશે.

હિતેશ કલાલ, વિનોદ પ્રજાપતિ,ફતેપુરા 

ફતેપુરાના એક ઈસમનું વડોદરામાં કોરોના ની સારવાર દરમિયાન મોત:ખાનગી હોસ્પિટલમાં પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર હેઠળ હતા:વડોદરામાં જ અંતિમવિધિ કરાશે.

 સુખસર તા.28

ફતેપુરા નગરના મેઇન બજારમાં કાપડની દુકાન કરતા વેપારી ખરીદી અર્થે સુરત ગયા હતા.જ્યાંથી પરત આવ્યા બાદ તબિયત લથડતા વડોદરા સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેમ જ વધુ સારવાર દરમિયાન મંગળવારના રોજ મોત થયું હતું જેને લઇને પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ફતેપુરા નગરમાં મેન બજાર વિસ્તારમાં જલારામ કાપડ ભંડારની દુકાન ના વેપારી રવિન્દ્રભાઈ શાહ નો મંગળવારના રોજ કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુરત સાડીઓની ખરીદી અર્થે ગયા હતા જ્યાંથી પરત આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો જણાતા વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન મંગળવારના રોજ મોત નીપજયું હોવાના સમાચારને લઈ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ફતેપુરામાં આ કેસ આવ્યા બાદ સંક્રમણથી તેમના ઘરની આસપાસમાં ત્રણથી ચાર જેટલા કેસ પોઝિટિવ આવ્યા હતા. ફતેપુરામાં કોરોના થી મોત થયું હોવાની વાતને લઇ ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો વડોદરામા અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!