Friday, 22/11/2024
Dark Mode

દે.બારિયા પંથકમાં દીપડાઓના હુમલાઓ યથાવત:નગરના ખોસ ફળિયામાં બકરા ચરાવતા સગીર વયના ભાઈ બહેન ઉપર દીપડીએ હુમલો કરતા પંથકમાં ફફડાટ ફેલાયો

દે.બારિયા પંથકમાં દીપડાઓના હુમલાઓ યથાવત:નગરના ખોસ ફળિયામાં બકરા ચરાવતા સગીર વયના ભાઈ બહેન ઉપર દીપડીએ હુમલો કરતા પંથકમાં ફફડાટ ફેલાયો

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.20

દેવગઢબારિયા પંથકમાં દીપડાઓના હુમલાઓ યથાવત:નગરના ખોસ ફળિયામાં બકરા ચરાવતા સગીર વયના ભાઈ બહેન ઉપર દીપડીએ કર્યો હુમલો, બકરી ચરાવતા સગીર વયના ભાઈ બહેન પર દીપડીએ હુમલો કરતાં બંને ભાઈ બહેન ઇજાગ્રસ્ત, પંથકમાં ભયની સાથે ફફડાટ ફેલાયો, વનવિભાગ તપાસમાં જોતરાયું, દે.બારિયા પંથકમાં દીપડાઓના હુમલાઓ યથાવત:નગરના ખોસ ફળિયામાં બકરા ચરાવતા સગીર વયના ભાઈ બહેન ઉપર દીપડીએ હુમલો કરતા પંથકમાં ફફડાટ ફેલાયો

દે. બારીઆ:- તા.20

દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ,ધાનપુર અને ફતેપૂરા તાલુકામાં એક પછી એક એમ દીપડાના અનેક હુમલા વધવા લાગ્યા છે. અગાઉ પણ દીપડાના હુમલામાં અનેક ખેડૂતોને દીપડાએ શિકાર બનાવ્યા છે. ત્યારે આજ રોજ તા ૨૦જુલાઈ ૨૦૨૦ ના વધુ એક દીપડીએ હુમલો કર્યો જેમાં દેવગઢબારિયા નગરમાં ચોગાનીયા ફળિયા રહેવાસી નરેન્દ્રભાઈના બાળકો હરિજન નરેન્દ્રભાઇ નારાયણભાઈ ઉં.૧૨ અને પ્રેમિલાબેન નારાયણભાઈ હરિજન ઉં.૧૬ ઘરની નજીકમાં ખોશ ફળિયામાં બપોરના ૨.૩૦ વાગ્યાના અરસામાં ડુંગર પાસે તેઓ બકરીઓ ચરાવતા હતા. ત્યારે ડુંગર તરફથી આવેલી એક દીપડીએ અચાનક હુમલો કરતા પ્રેમીલાબેનને માથાની ભાગે ઇજા અને નરેન્દ્રભાઇને પણ માથાના ભાગે ઈજાઓ થઇ હતી. સગીર વયના બન્ને ભાઈ બહેન દ્વારા હિંમત કરી દીપડાને સામે થઈ સ્વબચાવમાં બુમા બૂમ કરતા આસપાસના નજીકમાં રહેતા ગ્રામજનો દોડી આવ્યા.અને બૂમાં બૂમ કરી દીપડી બચ્ચાઓ સાથે જંગલ તરફ નાસી ગઈ અને ઇજા થયેલ સગીર ને ૧૦૮ મારફતે બારિયા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગને થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!