Sunday, 08/09/2024
Dark Mode

કોરોના ઇફેક્ટ….દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતા ફતેપુરા તાલુકામાં ભરાતા હાટ બજાર પર પ્રતિબંધ ફરમાવ્યો

કોરોના ઇફેક્ટ….દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતા ફતેપુરા તાલુકામાં ભરાતા હાટ બજાર પર  પ્રતિબંધ ફરમાવ્યો

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં ભરાતા હાટ બજાર પર કલેકટરની સૂચનાથી ફતેપુરા મામલતદાર પ્રતિબંધ ફરમાવ્યો

ફતેપુરા તા.09

ફતેપુરા શનિવારની હાટ બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.જેને લઇને શોશ્યલ ડીસટન્સ જળવાતુ ન હતુ.ફતેપુરા તાલુકામાં બેરોકટોક પણે ફતેપુરા સુખસર સહિત વિવિધ ગામોમાં શનિવાર ગુરુવારે સહીત જુદા જુદા વાર દરમિયાન હાટ બજાર ભરાતા હોય છે.અને હાટ બજારમાં બહારગામથી વેપારીઓ તેમજ ખરીદી કરનાર ગ્રાહકો બહારથી પણ આવતા હોય છે.મોઢા પર માસ્ક પહેર્યા વગર લોકો ફરતા જોવા મળ્યા હતા.જેને લઇને કોરોનાના સંક્રમણની શક્યતાઓ ભવિષ્યમાં વધુ ના થઈ જાય તે માટે તેમજ દાહોદ જિલ્લામાં કોરાના પોઝીટીવ કેસો વધુ સંખ્યામાં વધતા કેસોને લઈને તેમજ ફતેપુરા તાલુકાના ઢઢેલા ધાણીખુટ ભોજેલા ગામે કોરોના પોઝિટિવ કેસ આવતા દાહોદ કલેકટર વિજય ખરાડી ની સીધી સૂચનાના અને પ્રાંત અધિકારી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ફતેપુરા મામલતદારે તાલુકામાં ભરાતા હાટ બજારો પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે

 વર્તમાન સંજોગોમાં કોરોનાના કેસોમાં  વધારો થતાં કલેકટર સાહેબની સૂચના અનુસાર ફતેપુરા તાલુકામાં ભરાતા હાથ બજારોમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.:-એન આર પારગી (મામલતદાર, ફતેપુરા)

દાહોદ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે ફતેપુરા તાલુકામાં પણ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે લોકોમાં સંક્રમણ ન વધે એ હેતુસર દાહોદ કલેકટર ની સીધી સૂચનાના પગલે ફતેપુરા સુખસર શહી ત વિવિધ ગામોમાં ભરાતા હાટ બજારપર પ્રતિબંઘ ફરમાવ્યો છે. તેમજ તાલુકાની જનતાને એકત્ર થઈ ટોળા રૂપે ભેગું ન થવા બિનજરૂરી બજારોમાં ન નીકળવા અને અત્યંત જરૂરી હોય તો માશ્ક સેનેટાઈઝર.જેવી વશ્તુઓનો ઉપયોગ કરી નિકળવા અપીલ કરેલ છે

error: Content is protected !!