Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાગમટે કોરોના પોઝીટીવના 6 કેસો નોંધાતા હાહાકાર:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 28 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાગમટે કોરોના પોઝીટીવના 6 કેસો નોંધાતા હાહાકાર:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 28 પર પહોંચ્યો

       નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.07

દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના વિસ્ફોટ થતાં શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં આજરોજ સાગમટે કોરોના પોઝીટીવના 6 કેસો નોંધાવા પામ્યા છે.જે પૈકી એકલા 5 કેસ શહેરના ઘાંચીવાડ વિસ્તારમાંથી આવતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર સહીત નગરજનોમાં ચિંતાનો માહોલની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વધુ જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા 144 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમનો રિપોર્ટ આજરોજ આવતા 144 લોકોના સેમ્પલો પૈકી 138 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે સતત ત્રીજા દિવસે સાગમટે 6 લોકો કોરોના પોઝીટીવ નોંધાવા પામતા શહેરીજનોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જ્યારે આજરોજ 6 પોઝીટીવ કેસો સહીત કુલ 28 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દાહોદ જિલ્લામાં કોરોના મહામારીએ હવે ધીમે પગે શહેર સહીત જિલ્લામાં પગ પેસારો કરતા દાહોદ જિલ્લાની પરિસ્થિતિ દિન પ્રતિદિન વણસતી જઈ રહી છે.તેમાંય દાહોદ શહેરમાં તો ડબગરવાડ તેમજ લઘુમતી વિસ્તાર એવા ઘાંચીવાડમાં પરિસ્થિતિ વધુ વણસતી જોવા મળી રહી છે.દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 18 જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે.ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 144 જેટલાં લોકોના સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી 138 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (1) 40 વર્ષીય સલીમ રશીદ ગરબાડાવાળા,રહે.મોટા ઘાંચીવાડ, (2)20 વર્ષીય સોહીલ શોયબ ગરબાડાવાળા,રહે. મોટા ઘાંચીવાડ(3)20 વર્ષીય વસીમ સિદ્દીક ખોડા રહે.ઘાંચીવાડ,(4)32 વર્ષીય રૂકમાંન હારુન પટેલ, રહે.મોટા ઘાંચીવાડ,(5)27 વર્ષીય સોહેલ ઇકબાલ પાટુક રહે.મોટા ઘાંચીવાડ તેમજ 36 વર્ષીય અમિતભાઈ સરદારભાઈ નિનામા રહે.રળીયાતીભૂરા ઝાલોદ મળી કુલ 6 કોરોના પોઝીટીવ કેસો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.જ્યારે છેલ્લા કેટલાય દિવસમાં મોટાભાગના કોરોના પોઝીટીવ કેસો શહેરના ડબગરવાડ તેમજ ઘાંચીવાડમાંથી સામે આવતા આવનારા સમયમાં શહેરના આ બન્ને વિસ્તારો કોરોનાનો હોટસ્પોટ બની રહશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે.કે ટૂંક સમય પહેલા કોરોનાથી મૃત્યુ પામનાર રશીદ ગરબાડા વાળાના પુત્ર તેમજ ભત્રીજો અને ગયા અઠવાડિયે મૃત્યુ પામેલ  ગઈકાલે પોઝીટીવ આવેલી સાજેદા ઇકબાલ પાટુકનો પુત્ર તેમજ જમાઈ સહીત પરિવારના લોકો આજરોજ કોરોના પોઝીટીવ આવતા ઘાંચીવાડ વિસ્તારમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં પરિવર્તિત થયું હોવાનું પણ સપાટી પર આવી રહ્યું છે.જ્યારે દાહોદ જિલ્લામાં અત્યારસુધીમાં 7418 લોકોને હોમ કોરોનટાઇન મળી સેમ્પલ કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી કુલ 7021 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે તા.04.07.2020 ના રોજ લીધેલા 11,તા.05.07.2020 ના રોજ કલેક્ટ કરેલા 141 સેમ્પલ તેમજ તા.06.07.2020 ના રોજ કલેક્ટ કરેલા 172 ફ્રેશ સેમ્પલ મળી કુલ 324 ના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 79 કેસો નોંધાવવા પામ્યા છે.જે પૈકી 48 લોકો કોરોનામુક્ત થઇ જતા હાલ 28 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છ.જ્યારે કોરોનાના કારણે જિલ્લામાં ત્રણ મોત નિપજવા પામ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના રહેઠાણ સહીત આસપાસના વિસ્તારોમાં સૅનેટાઇઝ સહીત દવાના છટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!