Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં કોરોના પોઝીટીવનો કેસ નોંધાતા ચકચાર:કોરોના સંક્રમિતના કુલ 5 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

દાહોદમાં કોરોના પોઝીટીવનો કેસ નોંધાતા ચકચાર:કોરોના સંક્રમિતના કુલ 5 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.24

દાહોદમાં આજરોજ વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે 46 સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 45 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે. જયારે ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના થાળા ફળીયાના 25 વર્ષીય સુખરામ ભાઈ બાબુભાઈ નિનામાનો રિપોર્ટ પોઝીટીવ આવવા પામ્યો હતો. વધુ માં જાણવા મળ્યા મુજબ આજરોજ કોરોના પોઝિટિવ આવેલા ૨૫ વર્ષીય યુવક ગત તારીખ 15 મી જૂનના રોજ સુરત થી પોતાના વતન ખાતે આવેલો હતો. અને તેને કોરોના ના લક્ષણો જણાતા તેને અત્રેની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને તેનો સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે હાલ કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી તેઓને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ ડુંગરી ફળિયાના આસપાસના વિસ્તારોને સેનેટાઈઝર સહિત દવાના છંટકાવની કામગીરીમાં પણ જોતરાયા છે.દાહોદમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ ના 49 કેસો નોંધાવા પામ્યા છે. જે પૈકી 43 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને અત્રેના હોસ્પિટલમાંથી રજા મળી જવા પામતા હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કુલ છ કેસો અત્રેની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

error: Content is protected !!