Friday, 18/04/2025
Dark Mode

ગરબાડાના ભે ગામે માસીયાઈ ભાઈ બહેને અગમ્ય કારણોસર ઝાડ પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં પંથકમાં ચકચાર

ગરબાડાના ભે ગામે માસીયાઈ ભાઈ બહેને અગમ્ય કારણોસર ઝાડ પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં પંથકમાં ચકચાર

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.23

ગરબાડા તાલુકાના ભે ગામે માસીયાઈ ભાઈ બહેને અગમ્ય કારણોસર ઝાડ પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં પંથકમાં ચકચાર

ગરબાડા તાલુકાના ગામના નિશાળ ફળિયામાં માસી માસી ના ભાઈ બહેન અગમ્ય કારણોસર આંબાના ઝાડ ના વૃક્ષ પર દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી મરણ જનાર બંને યુવક-યુવતીએ આવું પગલું શા માટે ભર્યું બે બાબત પંથકમાં ચર્ચાનો વિષય બની છે બીજી તરફ ઘટના સંદર્ભે પોલીસે વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડાના ભે ગામના નિશાળ ફળિયાના રહેવાસી 18 વર્ષીય યુવતી તેમજ 17 વર્ષીય યુવક માસિયાઈ ભાઈ-બહેન સગીર વયના ઓએ નજીકના આંબાના ઝાડ પર કાપડના દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. ત્યાર બાદ આજરોજ વહેલી સવારે બન્ને ના પરિવારજનો ગરબાડા પોલીસને આ બનાવની જાણ થતા પોલિસે ઘટનાસ્થળે પહોંચી બંનેની લાશનો કબ્જો મેળવી જરૂરી કાગળિયા પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે. ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

error: Content is protected !!