દાહોદમાં એક દર્દી કોરોના મુક્ત થતાં આજરોજ હોસ્પિટલમાંથી રજા અપાઇ, હોસ્પીટલમાંથી ઘરે જઈ રહેલા કોરોના ફાઇટરને હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટ વચ્ચે વિદાય આપી
દાહોદ તા.12
દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ એક દર્દી કોરોના મુકત થતાં આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે કોરોના સંક્રમિત એક્ટિવ કેસની સંખ્યા ૧૦ રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૪૫ વર્ષિય ભાતુભાઈ દિતિયાભાઈ ભૂરિયા કોરોના વાયરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસની સઘન સારવાર હેઠળ હતા.બાદમાં તેમને કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેઓ કોરોનાથી મુક્ત થતાં આ એક દર્દીને કોવિડ કેર સેન્ટર ખાતેથી વિદાય આપવામાં આવી હતી સ્ટાફના તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.