Thursday, 21/11/2024
Dark Mode

પવન પાવડી પર સવાર થઇ મેઘરાજાની શાહી સવારીનું દાહોદ જિલ્લામાં ધમાકેદાર આગમન

પવન પાવડી પર સવાર થઇ મેઘરાજાની શાહી સવારીનું દાહોદ જિલ્લામાં ધમાકેદાર આગમન

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૦

છેલ્લા કેટલાક દિવસોથી દાહોદવાસીઓ અસહ્ય ગરમી તેમજ બફારાથી હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા ત્યારે આજે આખો દિવસ અસહ્ય ગરમી અને બફારો બાદ સાંજના સમયે ઘોર વાદળો તેમજ ભારે પવન ફુંકાતા શહેરના માર્ગો પર ધૂળની ડમરીઓ જોવા મળી હતી સાથે આકાશી વાતાવરણ માં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉમટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.અને સાંજના સાતેક વાગ્યાના સમયગાળા દરમ્યાન મેઘરાજા મહેરબાન થતાં મુશળદધાર વરસાદ પડ્યો હતો અને વાતાવરણમાં ઠંકડ પ્રસરતા દાહોદવાસીઓને ગરમીથી રાહત મળી હતી.

શહેરમાં સાંજના સમયે મુશળધાર વરસેલ વરસાદના પગલે શહેરના નદી,નાળામાં વરસાદી પાણી જોવા મળ્યા હતા. શહેરના નિચાળવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા.ગટરો ઉભરાઈ ગઈ હતી. સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કોરોના વૈશ્વિક મહામારીમાં લોકડાઉનના પગલે પોતાના ખેતી કામને વેગ આપવામાં ખેડુત મિત્રોએ લોકડાઉન દરમ્યાન ખેતીકામ બંધ કરી દીધુ હતુ. હવે જ્યારે અનલોક બાદ છુટછાટો મળતા અને વરસાદી માહૌલ જામતા ખેડુત મિત્રો ફરી ખેતીકામમાં જોતરાયા છે અને આમેય છેલ્લા કેટલાક દિવસોથી દાહોદવાસીઓ અસહ્ય ગરમીથી તેમજ બફારાથી પરેશાન થયા હતા ત્યારે આજરોજના વરસાદી માહૌલથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

error: Content is protected !!