Thursday, 26/12/2024
Dark Mode

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:સીંગવડના છાપરવાડ તેમજ દે.બારીયાના કેલીયા ગામના ખુલ્લા ખેતરમાંથી બે લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો:એક બુટલેગર પકડાયો,એક ફરાર:પોલિસ તપાસમાં જોતરાઈ

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:સીંગવડના છાપરવાડ તેમજ દે.બારીયાના કેલીયા ગામના ખુલ્લા ખેતરમાંથી બે લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો:એક બુટલેગર પકડાયો,એક ફરાર:પોલિસ તપાસમાં જોતરાઈ

મઝહર અલી મકરાણી @ દે.બારીયા કલ્પેશ શાહ @ સીંગવડ 

દે.બારીયા/સીંગવડ

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કેલીયા ગામે તેમજ સીંગવડના છાપરવાડ થી દાહોદ એલ.સી.બીને બાતમીના આધારે રેડ પાડતા ઇંગ્લિશ દારૂ ઝડપાયો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કેલીયા ગામે રહેતા પટેલ બળવંત પાર્સિંગ તેના નજીકના જીઈબીનું નવું સબ સ્ટેશન તથા નદીની વચ્ચે ના ખુલ્લા ખેતરમાંથી રૂપિયા 2, 09,760નો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ કુલ પેટી ૫૧ તથા ૧૮૪૮ નંગ ક્વાંટરીયા બોટલ મળી આવ્યા હતા.એલસીબી દાહોદના સ્ટાફ તથા હેડ કોન્સ્ટેબલને મળેલ બાતમીના આધારે કેલીયા ગામે 9.6.2020 ના રોજ રાત્રિના 1:15 વાગ્યામાં રેડ પાડતા ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તથા બળવંત પારસીંગ સામે પ્રોહીનો ગુનો દાખલ બળવંતભાઈ ને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તથા પકડાયા પછી આરોપીનું મેડિકલ ચેકઅપ કોરોના સંક્રમણ છે કે કેમ તે આરોપીનું મેડિકલ કરાવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જ્યારે પ્રોહીનો બીજો બનાવ સીંગવડના છાપરવાડ ગામે બનવા પામ્યો છે.જેમાં સીંગવડ તાલુકાના છાપરવાડ ગામેથી દાહોદ એલસીબીની રેડમાં ઇંગ્લિશ દારૂ પકડવામાં આવ્યો હતો.સીંગવડ તાલુકાના છાપરવડ ગામે હોળી ફળિયામાં રહેતા ભુપતભાઈ કાળુભાઈ પટેલના ઘરે થી તારીખ 8.6.2019 ના રોજ દાહોદ એલસીબીની ટીમ દ્વારા છાપરવડ ગામે તપાસ કરતા રૂપિયા7777 રૂપિયાનો ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂ તથા બીયરના ટીન મળી કુલ બોટલ 77 મળી આવી હતી. તે મળતાની સાથે એલસીબી દાહોદ દ્વારા ભોપત કાળુ પટેલ રહેવાસી છાપરવાડ હોળી ફળિયા તેના સામે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને પકડવામાં આવ્યો હતો.તથા પકડાયેલા આરોપીને કોરોના સંક્રમણ છે. કે કેમ તે આરોપીનું મેડિકલ ચેક અપ કરાવીને રિપોર્ટ આવવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

error: Content is protected !!