Thursday, 21/11/2024
Dark Mode

દે.બારીયામાં સ્થાનિક પોલીસના વ્યાપક દરોડા છતાંય વીદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો બેફામ બન્યા:આગામી સમયમાં સ્ટેટ વિજિલન્સની ટીમના દરોડા પડવાની શક્યતા

દે.બારીયામાં સ્થાનિક પોલીસના વ્યાપક દરોડા છતાંય વીદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો બેફામ બન્યા:આગામી સમયમાં સ્ટેટ વિજિલન્સની ટીમના દરોડા પડવાની શક્યતા

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા તાલુકામાં વિદેશી દારૂની ચાલતી મોટી હેરાફેરી:સ્થાનિક પોલીસ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં સફળતા સાપડી છતાંય હજીય કેટલાય બૂટલેગરો સહિત દારૂનો જથ્થો પોલીસ પકડથીદૂર:દે.બારિયામાં ધમધમતા દારૂના અડ્ડાઓ પર આગામી સમયમાં વિજિલન્સની ટીમના દરોડાના એંધાણ,ડી.જી.પી.ની સ્પેશિયલ ડ્રાઇવને લઈ પોલીસ દોડતી થઈ,

દે.બારીયા તા.08

દેવગઢબારીયા તાલુકો વિદેશી દારૂનો એ.પી.સેન્ટર સમાન ધાનપુર, સાગટાલા વિસ્તારમાંથી આવતો વિદેશી દારૂ બુટલેગર તેમજ વિદેશી દારૂ પકડવામાં પોલીસ મહદઅંશે સફળ થઇ છે.પરંતુ વિદેશી દારૂની બદી હજી રોકાવવાનો નામ નથી લેતી.બુટલેગર તત્વો આંતરિયાળ રસ્તાઓ પરથી વિદેશી દારૂની હેરફેર કરતા હોવાની માહિતી સપાટી પર આવવા પામી છે.ત્યારે આવા વિદેશીદારૂને ઝડપી પાડવા દે.બારીયા પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે.ત્યારે આવા દારૂના અડ્ડાઓ પર દરોડો પાડવા સ્ટેટ વિજિલન્સની ટીમ પર ડોળ કરીને બેઠી હોવાનું મનાઈ રહ્યું છે.જોકે હાલમાં ડી.જી.પી.ની સ્પેશ્યિલ ડ્રાઇવને લઈ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી દે.બારીયા તાલુકામાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે.પરંતુ બુટલેગર તત્વો દ્વારા હજીય વિદેશી દારૂની હેરફેર થઇ રહ્યું હોવાનું જાણવા મળેલ છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં વિદેશી દારૂનું વેચાણ વધ્યું હોય અને આ વિસ્તારમાં દારૂની હેરાફેરી વધી હોય તેમ ક્યાંક બાઈક ઉપર તો ક્યાંક બંધ બોડીની ગાડીઓમાં મોટાપાયે હેરાફેરી થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે હાલમાં બારીયા તાલુકો આ વિદેશી દારૂનો એ.પી સેન્ટર બન્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. અને આ વિદેશી દારૂનો જથ્થો ધાનપુર તાલુકો તેમજ પાંચિયાશાલ (સેવનીયા) તેમજ કંજેટા વિસ્તારના જંગલમાં થઈને દેવગઢબારીયા તાલુકાના અંદરના રસ્તામાં થઇ બાઈક તેમજ બંધ બોડીની ગાડીમાં વિદેશી દારૂ પંચમહાલ અને વડોદરા તરફ સપ્લાય થતો હોવાનું કહેવાય છે. તેમજ આ વિદેશી દારૂ પકડવામાં સ્થાનિક પોલીસ દરોડા પાડી કેટલાક દારૂનો જથ્થો ઝડપી લે છે.પરંતુ મોટા પ્રમાણમાં આ વિસ્તારોમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહ્યો હોવાની માહિતી સપાટી પર આવવા પામી છે.તો બીજી તરફ ડી.જી.પી સાહેબ દ્વારા દારૂ-જુગારના વ્યેપલા ઉપર અંકુશ દેવાનો ઉદ્દેશથી સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે. જેને લઇને સ્થાનિક પોલીસ દોડતી થઈ છે. ત્યારે દેવગઢબારીયા તાલુકામાં વિદેશી દારૂની હેરાફેરીને રોકવા દે. બારીયા પોલિસ એક્શનમાં આવી પેટ્રોલિંગ સહીત કેટલાક દારૂના અડ્ડાઓ પર ખાનાપૂર્તિ કરવા માટે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી રહી છે. તેમ છતાંય દે. બારીયા પંથકમાં વિદેશી દારૂની બદી ખુબ ફલવા ફૂલવા પામી છે. જ્યારે ભૂતકાળમાં પણ દે. બારીયા, ધાનપુર, સાગટાલા જેવા વિસ્તારોમાં ધમધમતા દારૂના અડ્ડાઓ પર સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડા પાડી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. અને જેના લીધે કેટલાય પોલીસકર્મીઓને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં પણ દેવગઢ બારીયા તાલુકામાં બેરોકટોક ચાલતા દારૂના અડ્ડાઓ પર સ્ટેટ વિજિલન્સ ટીમ ડોળ કરીને બૈઠી છે. ત્યારે આગામી સમયમાં વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં દે. બારીયા પોલિસ માથાના દુખાવા સમાન બની ગયેલા દારૂની બદીને ડામવા એક્શન પ્લાન બનાવી કેવા પ્રકારના પગલાં લે છે. તે જોવું રહ્યું

error: Content is protected !!