Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લાનું ધોરણ દસ એસ.એસ.સી.નું પરિણામ જાહેર થયું:જિલ્લાનું પરિણામ 47.47. ટકા:

દાહોદ જિલ્લાનું ધોરણ દસ એસ.એસ.સી.નું પરિણામ જાહેર થયું:જિલ્લાનું પરિણામ  47.47. ટકા:

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.8

દાહોદ જિલ્લાનું ધોરણ 10 એટલે કે એસ.એસ.સી.નું પરિણામ પણ આજે જાહેર થયું છે. જિલ્લાનું આ વર્ષ નું પરિણામ 47.47. ટકા રેહવા પામ્યું છે. આ વર્ષે ગત વર્ષ કરતા -1.71 ટકા પરિણામ ઓછું આવ્યું છે. ગયા વર્ષે એટલે કે 2019 જિલ્લાનું 49.18 ટકા પરિણામ હતું. આ વર્ષે જિલ્લાનું સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર પીપેરો તેમજ દાસા રહેવા પામ્યું છે ત્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રૂવાબારી અને સંજેલી રહ્યું છે.

આ વર્ષે ૨૦૨૦માં એસ.એસ.સી.ની પરીક્ષામાં કુલ દાહોદ જિલ્લાની 376 શાળાઓમાંથી કુલ 29901 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 14194 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 15708 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને આજરોજ જાહેર થયેલ દાહોદ જિલ્લાનું પરિણામ 47.47 ટકા આવ્યું હતું. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો પ્રથમ નંબરે પીપેરો કેન્દ્ર જેનું પરિણામ 78.42 ટકા આવ્યું છે. આ વર્ષે આ કેન્દ્રમાં 1497 વિદ્યાર્થીઓ પૈકી 1174 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 323 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જ્યારે બીજા નંબર પર દાસા કેન્દ્રનું 78.11 ટકા પરિણામ આવ્યું છે. આ કેન્દ્રમાં આ વર્ષે 868 વિદ્યાર્થીઓ પૈકી 678 પાસ થયા છે અને 190 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

જિલ્લામાં સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો રૂવાબારી સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 14.09 ટકા સાથે રહેવા પામ્યું છે. આ કેન્દ્રમાં આ વર્ષે 447 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 63 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 384 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. બીજા નંબરે સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો સંજેલી કેન્દ્રનું 19.23 ટકા જાહેર થયું છે. આ કેન્દ્રમાં આ વર્ષ 1430 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 273 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 1157 નાપાસ થયા છે.

આજરોજ પરિણામ જાહેર થતાં દાહોદ શહેર જિલ્લામાં પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સુકતા પણ જોવા મળી હતી. વહેલી સવારથી ઓનલાઈન પરીણામ નિહાળવા માટે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઈનના સેન્ટરો પર જોવા મળ્યા હતા. પરિણામ જાહેર થતાં ખુશી કહી ગમનો માહોલ પણ નજરે પડ્યો હતો.જોકે દાહોદની દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત શાળાઓની વાત કરીએ તો આ વર્ષે એમવાય હાઈસ્કૂલનું 54.71 ટકા પરિણામ આવ્યું છે આ શાળામાંથી એવન ગ્રેડમાં માત્ર એક વિદ્યાર્થી નો સમાવેશ થયો છે તેવી જ રીતે આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કૂલનું 53.17 ટકા પરિણામ, નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ નું 63.95 ટકા પરિણામ સાથે એવન ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ, લિટલ ફ્લાવર સ્કૂલનું 90.60 ટકા સાથે એવન ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ, સ્વનિર્ભર માધ્યમિક શાળાનું 98.43 ટકા, શશી ધન ડે સ્કૂલનું 97.87 ટકા સાથે 1 વિદ્યાર્થી એવન ગ્રેડમાં સમાવેશ થયો છે.

આ સોસાયટી સંચાલિત શાળામાંથી પ્રથમ 5 ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓ જેમાં (1) ડામોર ધ્રુવીબેન સલુભાઈ, 96.33 ટકા, નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ, (2) પટેલ નેન્સી રમેશચંદ્ર, 93.00 ટકા,શશિધન ડે સ્કુલ, (3) ભગત ફાતેમા ખોજેમ,92.33 ટકા, લિટલ ફ્લાવર સ્કૂલ, (4 – અ) શાહ પ્રાક્ષી મિહિરભાઈ, 91.66 ટકા,લિટલ ફ્લાવર સ્કૂલ (4 – બ) જૈન જાનવી કલ્પેશ, 91.66 ટકા,લિટલ ફ્લાવર સ્કૂલ
(5) ડીંડોડ ધ્વનિ સુરેશકુમાર, 91.50 ટકા, નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે.

error: Content is protected !!