Saturday, 12/07/2025
Dark Mode

ગરબાડાના ભીલવામાં એક મહિલાએ ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

ગરબાડાના ભીલવામાં એક મહિલાએ ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાના ભીલવામાં અગમ્ય કારણોસર મહિલાએ ઝાડ પર ફાંસો લગાવી આત્મહત્યા કરતા ચકચાર,મરણ જનાર મહિલાના માતા-પિતાની રાહ જોવામાં દિવસભર ઝાડ પર જ તેનો મૃતદેહ લટકતો રહ્યો.

ગરબાડા તા.06

ગરબાડાના દેવ ભરાડા ફળિયામાં રહેતી એક યુવતી એક દોઢ વર્ષ અગાઉ ગરબાડા તાલુકાના ભીલવા ગામના એક પરણીત યુવક જોડે લગ્નના ઇરાદે જતી રહી હતી.અને તેની સાથે જ રહેતી હતી.ગત તારીખ છઠ્ઠીના સવારના અરસામાં આ મહિલા ભીલવા ગામના વાણિયા ફળિયા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આવેલ એક ઝાડની ડાળ ઉપર કોઈ કપડાં વડે ફાંસો લગાવી આત્મહત્યા કરેલ અવસ્થામાં જોવા મળી હતી.જે બાબતની જાણ થતા ભીલવા ગામના સરપંચ દ્વારા ઘટનાની જાણ ગરબાડા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી.પરંતુ મૃતક મહિલાના માતા-પિતા અમદાવાદ કામે ગયેલ હોય જે આવ્યા ન હોવાના કારણે મહિલા નો મૃતદેહ દિવસભર યથાવત અવસ્થામાં ઝાડની ડાળ ઉપર લટકતો રહ્યો હતો.મરણ જનાર મહિલાએ શા માટે આવું કૃત્ય કર્યું ? તે બાબતે હાલ કશું જાણવા મળેલ હતું.તેમજ આ મહિલાએ ગઈકાલે રાતના ફાંસો ખાધો કે તારીખ ૬ઠ્ઠી ના વહેલી સવારના તે બાબતે પણ હાલ કશું જાણવા મળેલ નથી.પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી આ મહિલાનો મૃતદેહ યથાવત અવસ્થામાં જોવા મળી રહ્યો હતો.આત્મહત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મરણ જનાર મહિલાના માતા-પિતાના આવ્યા બાદ તેનો મૃતદેહ ઉતારવામાં આવશે તેવી ચર્ચાઓ સાંભળવા મળી રહી હતી.

error: Content is protected !!