Sunday, 08/09/2024
Dark Mode

દે.બારિયામાં વહીવટી તંત્ર દ્વારા પાનમસાલાની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયુ

દે.બારિયામાં વહીવટી તંત્ર દ્વારા પાનમસાલાની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયુ

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા નગરમાં તંત્ર સફાળો જાગ્યો હોય તેમ પાન,બીડી,ગુટખાની દુકાનો ઉપર જઈ તપાસ હાથ ધરી,નગરમાં પાન,બીડી,ગુટકાનો ભાવ વધારો અંગે તંત્ર સફાળું જાગ્યું, મામલતદાર,ચીફ ઓફિસર સહિત પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી.

દેવગઢ બારિયા :- 29

દેવગઢબારિયા નગરમાં પાન,બીડી ગુટકાનો વેપારીઓ દ્વારા વધુ ભાવ લેવાતની બૂમ પડતા તંત્ર જાણે આજે સફાળ જાગ્યું હોય તેમ દુકાનો બોલાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.ફરસાણની એક દુકાનમાંથી એક્સપાયરરી ડેટનો જથ્થાનો નાશ કર્યો.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં લોકડાઉનને લઇ પાન, બીડી, ગુટખાનો વેપલો બંધ થયો હતો. અને લોકડાઉન 04  માં પાન,બીડી,ગુટખા ઉપરથી સરકાર દ્વારા પ્રતિબંધ ઉઠતા ડબલ ભાવ લઈ પાન,બીડી,ગુટખાનો વેપલો કરતા હોવાનું કહેવાય રહ્યું છે. જેને લઇ આજરોજ મામલતદાર, ચીફઓફિસર તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ સહિત પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને નગરના સર્કલ બજારમાં આવેલ હિંગલાજ દુકાનમાં પાન,બીડી,ગુટકા અંગે તપાસ હાથ ધરી હતી.જેમાં કાંઈ મળી આવ્યું ન હતું. ત્યારે શાહ કિરીટકુમારની પાન,બીડી,ગુટખાની દુકાન જે દુકાન માલિક દ્વારા હાલ દુકાન બંધ કરી છે.અને રાખેલ છે.જે દુકાન તંત્ર દ્વારા ખોલાવી તે દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં પણ કઈ મળી આવ્યું ના હતું. ત્યારે એક ફરસાણની દુકાનમાં તપાસ હાથ ધરતા જેમાં એક્સપાયરી ડેટનું પેકિંગ બંધ ફરસાણ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. અને સ્વચ્છતાના આભાવ ના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા આ સિવાયની ત્રણ દુકાન સિવાય અન્ય કોઈ દુકાનોમાં તપાસ હાથ ના ધરાતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે ફ્રુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા નગરમાં તપાસ હાથ ધરવામાં આવે તો અનેક બિન આરોગ્ય પદ આવશ્યક ચીજવસ્તુ મળી રહે તેમ છે. ત્યારે કેટલી જગ્યાએ હજુ પણ તંત્ર દ્વારા તપાસ ધરવામાં આવે તો પાન,બીડી,ગુટખાના હજી પણ ભાવ કરતા વધુ ભાવ લેવાતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તંત્ર હાથ ધરશે ખરું ? તે જોવાનું રહ્યું ?

error: Content is protected !!