Thursday, 21/11/2024
Dark Mode

દે.બારિયાના મોટીઝરી ગામે રેતી ભરેલી ટ્રકોની સામ-સામે અકસ્માત સર્જી રોડની સાઈટમાં ઉતરી જતા ચાલક સહિત ચાર દુધાળા પશુના મોત

દે.બારિયાના મોટીઝરી ગામે રેતી ભરેલી ટ્રકોની  સામ-સામે અકસ્માત સર્જી રોડની સાઈટમાં ઉતરી જતા ચાલક સહિત ચાર દુધાળા પશુના મોત

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારિયા તાલુકાના મોટીઝરી ગામે રેતીની ટ્રકનો સામ સામે અકસ્માત સર્જી રોડની સાઈટમાં ઉતરી જતા ચાલક સહિત ચાર દુધાળા પશુના મોત,રેતીની બેફામ ચાલતી ટ્રકો,તંત્ર દ્વારા કોઈ પણ રોકટોક વગર ચાલતી રેતીની ટ્રકો.”

દેવગઢ બારીયા :- તા 29

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે તા.૨૮/૫/૨૦૨૦ના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં છોટાઉદેપુર થી રેતી ભરી ટ્રક નંબર જી.જે.૦૨.વાય.૫૦૬૫ નો ચાલક દાનીસ કાસિમ ચાંદા રહે. કશનપુર તા.મોરવાનો મોટીઝરી ગામે થી પસાર થતો હતો.તે વખતે રાજસ્થાન પાર્સિંગની ટ્રક નં આર.જે.૦૩.જીએ.૫૧૬૬ના ટ્રક ચાલકે પોતાની ટ્રક ગફલત રીતે હંકારી લાવી ટક્કર મારતા જી.જે.૦૨.વાય.૫૦૬૫ નંબર ની ટ્રકના કેબિનના કુર્ચે ફૂરચા ઊડી ગયા હતા. અને બંને ટ્રક રોડની સાઇટમાં ઉતરી જતા નજીકમાં આવેલ ઘર પાસે દુધાળા પશુ બાંધેલા હતા. તેની ઉપર રાજસ્થાન પાર્સિંગ ની ટ્રક ફરી વળતાં ચાર દુધાળા પશુના મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં જી.જે.૦૨.વાય.૫૦૬૫ ના ટ્રક ચાલક દાનિસ કાસિમ ચાંદાને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે દેવગઢબારીઆ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યા ફરજ પર હાજર તબીબે તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે આ બનાવમાં ચાર દુધાળા પશુ સહિત ચાલકનું મોત નિપજતાં મહમદ હનીફ ચાંદા રહે.કશનપૂર તા.મોરવાના એ આર.જે.૦૩.જીએ.૫૧૬૬ ના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોધાવતા પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે આ બનાવની સાથે સાથે બામરોલી ગામએ પણ બપોરના સમયે રેતી ભરેલ એક ટ્રક ચાલકે બકરા ઉપર ટ્રક ફેરવી વળતાં ચાર બકરાના મોત નિપજ્યા હતા. ત્યારે તે બકરા માલિકને રોકડ રૂપિયા આપી જ ટ્રક છોડાવી હતી ત્યારે આ બે અકસ્માતના બનાવમાં રેતીની ટ્રકના ચાલકો બેફામ બન્યા હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે તેની નગરમાંથી પસાર થઇ રહી છે. ત્યારે આ કોઈક મોટો અકસ્માત સર્જાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે.

error: Content is protected !!