રામ રાખે તેને કોણ ચાખે:ગરબાડામાં મૃત સમજી રાત્રિના ત્યજી દેવાયેલ કસુવાવડ માં જન્મેલી બાળકી સવારે જીવતી મળી આવી: સારવાર અર્થે દવાખાને લવાતા તબીબે માતા સાથે પુનઃ મિલન કરાવ્યું

Editor Dahod Live
4 Min Read

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.23

રામ રાખે તેને કોણ ચાખે ગરબાડામાં મૃત સમજી રાત્રિના ત્યજી દેવાયેલ કસુવાવડ માં જન્મેલી બાળકી સવારે જીવતી મળી
મહિલાની તબિયત ગંભીર હોવાથી પ્રસુતિ બાદ ૧૦૮ મારફતે દાહોદ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી
જ્યારે બાળકીને પરિવારજનો બાઈક ઉપર દાહોદ લઈ જતા હતા રસ્તામાં ખારવા ગામે પેટ્રોલ પંપ ની પાસે આ બાળકી ને મૃત સમજી ત્યજી  દેવાઈ હતી,પ્રસુતિ  કરાવનાર ગરબાડા સરકારી દવાખાનાના તબીબ ડોકટર આર.કે મહેતા દ્વારા માતા અને પુત્રી નો ભેટો કરાવવામાં આવ્યો

ગરબાડામાં તારીખ 22 મીની સાંજના સમયે એક મહિલાને સાત માસમાં જ પ્રસવ પીડા ઉપડતાં તેને ગરબાડાના સરકારી દવાખાને લાવવામાં આવી હતી જે મહિલાને હાઈ બીપી શરીર માં ખૂન ની કમી અને ખેંચની બીમારી પણ હતી તેમ છતાં સરકારી દવાખાનાના  તબીબ આર કે મહેતા દ્વારા આ મહિલાને નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી હતી. ખરેખર ડોક્ટર મહેતા ની કામગીરી અભિનંદનને પાત્ર છે. મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જેનું વજન માત્ર ૯૦૦ ગ્રામ કરતાં પણ ઓછું હતું સામાન્ય રીતે ૯૦૦ ગ્રામ જેટલા વજનવાળા બાળકો જીવતાં નથી પરંતુ આ બાળકી જીવી હતી તો બીજી   પ્રસૂતિ બાદ આ મહિલાને ખેંચ આવતાં ૧૦૮ મારફતે તેને દાહોદ ના ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી મહિલા ને દાહોદ ના દવાખાને લઈ જવાની ઉતાવળમાં પરિવારજનો બાળકીને બાઈક ઉપર જ દાહોદ લઈ જતા હતા પરંતુ રસ્તામાં ખારવા ગામે આવેલ પેટ્રોલ પંપ ની પાસે આ બાળકી મૃત જણાતા તેના પરિવારજનો દ્વારા તેને રસ્તામાં જ ત્યજી દેવામાં આવી હતી અને તેને જમીનમાં દાટી દેવામાં આવી હતી પરંતુ અંધારામાં બાળકી ના મોનો ભાગ ખૂલ્લો રહી ગયો હતો જોકે વહેલી સવારમાં ખારવા ગામના સ્થાનિક લોકોને બાળકીના રડવાના અવાજની જાણ થતા તપાસ કરતા બાળકી જીવતી જોવા મળી હતી . જે જોતા કહેવાનું મન થાય કે જાકો રાખે સાંઇયા માર સકે ના કોઈ  બાલ ભી બાકા  કર શકે ના દુશ્મન હજાર હોય જેથી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કર્યા બાદ ગરબાડા સરકારી દવાખાને બાળકીને લઈ જતા ત્યાંના તબીબ આર.કે મહેતાએ બાળકીને ઓળખી લીધી હતી. અને માતા ને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં સંપર્ક કરી બાળકીનું પુનઃ તેની માતા સાથે મિલન કરાવવામાં હતું હાલમાં માતા તથા બાળકીની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રસુતિ બાદ માતા તેમજ બાળકીની તબિયત નાજુક હોવાથી દાહોદ રીફર કરાઈ હતી પરિવારજનોએ છોકરીને મૃત સમજી ફેંકી દીધી હતી જેને આજરોજ ગ્રામ લોકો અમારી પાસે આવતા ને તેની માતા સાથે ભેટો કરાવ્યો હતો:-ડોક્ટર આર કે મહેતા ગરબાડા સી.એચ.સી 

સાંજના ૬.૨૫ કલાકે મહિલાને પ્રસુતિ માટે લાવવામાં આવી હતી ૬. ૫૩ ને મહિલાને નોર્મલ પ્રસ્તુતિ કરાવવામાં આવી હતી પરંતુ મહિલાને હાઈબીપી શરીરમાં ખૂનની કમી અને ખેંચ આવવાની બિમારી પણ હતી તો બીજી તરફ નવજાત બાળકીને પણ શ્વાસ લેવામાં તકલીફ હતી જેથી તેને ઓક્સિજન પર  રાખવામાં આવી હતી  પ્રસૂતિ બાદ ૮ ૩૦ કલાકે મહિલાને ખેંચ આવતાં 9 વાગ્યાના અરસામાં ૧૦૮ મારફતે દાહોદ રીફર કરવામાં આવી હતી પરંતુ મહિલા ને દવાખાને લઈ જવાની ઉતાવળમાં પરિવારજનો નવજાત બાળકીને બાઈક ઉપર દાહોદ લઈ જતા હતા જ્યાં ખારવા ગામે બાળકીને મૃત સમજી ત્યજી દેવામાં આવી હતી સવારમાં આ બાળકી ફરી મારી પાસે આવતા સમગ્ર ઘટનાની જાણ થઇ હતી ફરીવાર બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ મેં તેની માતા સાથે તેનો ભેટો કરાવ્યો હતો.

Share This Article