Friday, 22/11/2024
Dark Mode

બસ સ્ટેશનની સુવિધા નહીં હોવાના કારણે ગરબાડાની પ્રજા બસ સેવાથી વંચિત તાલુકા મથકમાં બસ સ્ટેન્ડ બનાવવામાં સરકારમાં પનો ટૂંકો પડ્યો

બસ સ્ટેશનની સુવિધા નહીં હોવાના કારણે ગરબાડાની પ્રજા બસ સેવાથી વંચિત તાલુકા મથકમાં બસ સ્ટેન્ડ બનાવવામાં સરકારમાં પનો ટૂંકો પડ્યો

વિપુલ જોષી @ ગરબાડા 

બસ સ્ટેશનની સુવિધા નહીં હોવાના કારણે ગરબાડાની પ્રજા બસ સેવાથી વંચિત
તાલુકા મથકમાં બસ સ્ટેન્ડ બનાવવામાં સરકારમાં પનો ટૂંકો પડ્યો,સ્થાનિક ધારાસભ્ય અને ગ્રામજનો દ્વારા કરેલ લોકફાળાથી પીકઅપ સ્ટેન્ડ બનાયુ તે પણ શોભાના ગાંઠિયા સમાન

બસ સ્ટેન્ડની સુવિધા ન હોવાના કારણે ગરબાડા તાલુકાને બસ સુવિધાથી હાલમાં વંચિત રાખવામાં આવ્યો છે.જોકે ગરબાડા ને તાલુકો બન્યાને વર્ષોના વહોણા વાયા છતાં અનેકવારની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા અહીંયા બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.તો બીજી તરફ પીકઅપ સ્ટેન્ડ છે. તે પણ શોભાના ગાંઠિયા સમાન છે.તાલુકા મથકમાં બસ સ્ટેન્ડ બનાવાય તે અતિ આવશ્યક બાબત બની છે

કોરોનાવાયરસને પગલે સમગ્ર દેશભરમાં લોક ડાઉન બાદ એસટી બસ સુવિધા પણ બંધ કરી દેવામાં આવી હતી.જ્યારે હાલમાં થોડા સમય પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેન્ટ મેન્ટ ઝોન તથા જ્યાં બસ સ્ટેન્ડ તથા કંટ્રોલ પોઇન્ટની સુવિધા હોય તેવા વિસ્તારોમાં બસ સુવિધાઓ ચાલુ કરવામાં આવી છે.પરંતુ તાલુકા મથક ગરબાડાને બસ સુવિધામાંથી બાકાત રાખવામાં આવ્યો હતો.જે બાબતે દાહોદ એસટી નિગમના ડેપો મેનેજર જે.આર બુચ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગરબાડા ખાતે બસ્ટેન્ડ સુવિધા ન હોવાના કારણે ગરબાડા તાલુકામાં બસ સુવિધા ચાલુ કરવામાં આવી નથી.તે સિવાય બરોડા નડિયાદ લીમખેડા પીપલોદ બારીયા લીમડી ઝાલૉદના વિસ્તારોમાં બસ સુવિધા ચાલુ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ એવા ગરબાડા તાલુકામાં પીકઅપ સ્ટેન્ડ પણ ધારાસભ્યની ગ્રાન્ટ તથા લોકફાળો ભેગો કરી સરકાર ની આબરૂ સાચવવા બનાવવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.હાલમાં પીકઅપ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન છે.જ્યાં કોઈપણ જાતનું સમયપત્રક નથી.અને બસો પણ આવતી નથી.સફાઈનો પણ સદંતર અભાવ તાલુકા મથકમાં વહેલી તકે બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અતિ આવશ્યક બાબત બની છે.

તાલુકા મથકના બસ સ્ટેન્ડમાં શોચાલયનો અભાવે લોકો જાહેરમાં શોચ કરવા મજબુર 

 તાલુકા મથક ગરબાડામાં બસ સ્ટેન્ડની સુવિધા તો નથી જ સાથે સાથે અહીંયા જાહેર શૌચાલય બનાવવામાં પણ તંત્ર અ સમર્થ હોવાનું જોવા મળી રહ્યું છે શૌચાલયો માટે હજારો લાખો રૂપિયાની ગ્રાન્ટો આવે છે.તેમ છતાં તંત્ર દ્વારા સોચાલય બનાવવામાં આવતા નથી જેના કારણે તાલુકા મથકે આવતી પ્રજાએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

error: Content is protected !!