દાહોદ: એક બાળક સહિત પાંચ વ્યક્તિઓ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ: હવે કુલ 2 એક્ટિવ કેસો સારવાર હેઠળ

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૬

દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવનો આંકડો ૧૮ પર પહોંચ્યો છે અને તેમાંથી ઘણા એવા દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ અને સરકારની નવી ડિસ્ચાર્જ પોલીસી મુજબ રજા આપાતા હાલ હવે ઝાયડસ હોસ્પિટલમાં એક્ટીવ કેસનો આંકડો બે પર પહોંચ્યો છે.જ્યારે આજે વધુમાં પાંચ દર્દીઓને દાહોદની કોવીડ – ૧૯ હોÂસ્પટલ ઝાયડસમાંથી રજા આપવામાં આવી હતી. હવે આવનાર દિવસોમાં દાહોદ કોરોના મુક્ત થવાની કગારે છે.

દાહોદની કોવીડ – ૧૯ હોસ્પિટલમાં  સારવાર લઈ રહેલા ૧૮ જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓને એક પછી એક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝીટીવના દર્દીનો સમાવેશ ન થતાં આરોગ્ય તંત્ર સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો છે. દાહોદની આરોગ્ય સેનાની અને વહીવટી તંત્રની ઉત્કૃષ્ઠ કામગીરી અને દિવસ રાતની આરોગ્યલક્ષી સહિતની કામગીરીથી દાહોદ હવે કોરોના મુક્ત થવાની કગારે છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોવીડ – ૧૯ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે અને અહીં કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે આ હોસ્પિટલમાંથી વધુ પાંચ દર્દીઓ જેમાં અતાઉદ્દીન કાઝી, ગીતાબેન ભુરીયા, એજાજ પઠાણ, સાહીરા પઠાણ અને પઠાણ ફેમીલીનો જ એક બાળક મળી પાંચ વ્યક્તિઓને સરકારની નવી ગાઈડલાઈનની પોલીસી પ્રમાણે હોસ્પિટલમાંથી તાળીઓના ગડગડાટ સાથે રજા આપી દેવામાં આવી છે. આ તમામ વ્યક્તિઓને કેટલાક દિવસો સુધી હોમક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવનાર હોવાનુ પણ જાણવા મળ્યું હતુ.

Share This Article