Thursday, 21/11/2024
Dark Mode

હર ઘર નલ, હર ઘર જલ યોજના અંતર્ગત ફતેપુરાના ચીખલી ગામમાં 150 નળ કનેક્શનો અપાયા

September 26, 2019
હર ઘર નલ, હર ઘર જલ યોજના અંતર્ગત ફતેપુરાના ચીખલી ગામમાં 150 નળ કનેક્શનો અપાયા

 

ચીખલી ગામના150 ઘરોમાં નવા નળ કનેક્શનથી ગ્રામજનોમાં હર્ષ ની લાગણી 

 

દાહોદ ડેસ્ક તા.26

 

ચીખલીની મહિલાઓના ઘર સુધી પહોંચ્યું પાણી
અંતરિયાળ એવા ચીખલી ગામના ૧૫૦ ઘરોમાં નળ કનેકશન
અપાયા, હવે નળની ચકલી ખોલે ને પાણી આવે છે
​વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૯ના બજેટમાં જાહેર કરેલી યોજના હર ઘર નલ, હર ઘર જલ યોજનાનો લાભ ફતેપુરના અંતરિયાળ ગામ ચીખલીને મળ્યો છે. દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીય પેય જળ યોજના સાથે ચીખલી ગામને જોડી તમામ ઘરોને નળ થકી પાણી ઘરના આંગણા સુધી પહોંચાડી દીધું છે. ખાસ કરીને આ યોજના મહિલાઓ માટે આશીર્વાદ બનીને આવી છે. પહેલા માથે બેડા મૂકી પાણી માથે ભટકતી ચીખલીની મહિલાઓ હવે નળની ચકલી ખોલે ને પાણી મળી જાય છે.
​ચીખલી ગામ ફતેપુરા તાલુકાનું તાલુકા સ્થળથી ૧૫ કીમી દુર આંતરીયાળ અને છુટી છવાયી વસ્તી  ઘરાવતું ગામ છે. ગામલોકો સામાન્યત: પીવાના પાણી માટે હેંડ પમ્પ તથા કુવા મારફત પાણી મેળવતા હતા. જેમા ચોમાસા તથા શિયાળાની ઋતુમાં સરળતાથી ઘરોની નજીકથી પાણી ઉપલબ્ધ થતું પરંતુ, ઉનાળાની ઋતુ દરમ્યાન હેંડ પમ્પ તથા કુવાના પાણીના તળ નીચા જતા ઘણા લાબા અંતરે નદી તળાવની નજીક આવેલ કુવાઓમાથી પાણી લાવવાની જરૂરીયત ઉપસ્થિત થતી હતી.
​ઘરના સભ્યો અને પશુઓની જરૂરીયાતનુ પાણી પુરુ પાડવા બહેનોને ઘણા લાબા અંતર સુધી ચાલીને જવા પડતું હતું. જેમાં બહેનોનો ઘણો સમય વેડફાતો અને બાળકો તથા ઘરના, ખેતીના કામકાજ પર ધ્યાન આપી શકાતું ન હતુ.
​દરમ્યાન ભાણાસિમલ જુથ પાણી પુરવઠા યોજનામાં ગામનો સમાવેશ થયો જેમાં સમ્પ, પાઇપલાઇન સ્ટેન્ડપોસ્ટની કામગીરી થઇ. જેનાથી ૧૦૦-૧૫૦ મીટરની મર્યાદામાં સ્ટેંડપોસ્ટ મારફત પાણી મળતું થયું પણ તેમા પણ ક્યારેક એકજ સમયે બધા પાણી લેવા એકત્ર થતા લાઇનમાં લાગવું પડતું હતું.
​જેના કાયમી નિરાકરણ માટે બધા એકત્ર થયા અને વર્ષ ૨૦૧૭-૧૮માં ગામમાં પાણી સમિતી બનાવી અને ગામના ઘરે-ઘરે પાણી વિતરણ કરવાની યોજના રૂપીયા ૨૪.૮૨ લાખના ખર્ચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિમાં મંજુર કરવામાં આવી. જેમાં ભાણાસીમલ જુથ પાણી પુરવઠા યોજના આધારીત ૧૫૦ ઘરોને ઘરે-ઘરે નળ કનેકશનથી પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું અને કામો કરતાં ૫રીણામ સ્વરૂ૫ ઘરે ઘરે પાણી મળતું થયુ છે.
​હાલ આ ઘરઘર નળ કનેક્શન યોજના થકી ગામની છુટી છવાયી વસ્તી વાળા ૧૫૦ ઘરોને ભાણાસીમલ જુથ યોજના આઘારીત પાણી ઘર આંગણે મળે છે. જેથી હવે બહેનોને દુર દુર પાણી લેવા નથી જવુ પડતુ અને પુરતો સમય બાળકો, ઘર તથા ખીતીના કામકાજમાં આપી શકે છે અને આર્થિક સદ્ધરતા તરફ લઇ જતા માર્ગ મોકળા થયા છે.

error: Content is protected !!