Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ-ઇન્દોર હાઇવે પર ખાલસા કરેલી જમીન પર બાંધવામાં આવેલ હોટલને મામલતદારે સીલ માર્યું

September 23, 2019

 

દાહોદ-ઇન્દોર હાઇવે પર ખાલસા કરેલી જમીન પર બાંધવામાં આવેલ હોટલને મામલતદારે સીલ માર્યું

દાહોદ ડેસ્ક તા.23

ગત સપ્તાહે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની મિટિંગમાં દાહોદના ધારાસભ્યશ્રીએ શહેરના ઇન્દોર અમદાવાદ હાઇવે રોડ પર સ્થિત ચામુંડા હોટલ સરકારી ખાલસા થયેલી જમીન ઉપર બનાવી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના અનુસંધાનમાં કલેકટરશ્રીની સૂચના મુજબ દાહોદ પ્રાંત અધિકારીએ હોટલના દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી હાથ ધરતા ચકાસણી દરમિયાન સરકારી ખાલસા થયેલ જમીન પર બનાવેલી હોવાનું ધ્યાને આવતા પ્રાંત અધિકારીએ આ અંગે દાહોદ મામલતદારને જાણ કરતા દાહોદ મામલતદાર અને તેમની ટીમે તાબડતોડ સ્થળ પર પહોંચી હોટલને સીલ મારી હોટલ માલિકને તાત્કાલિક અસરથી હોટલના જરૂરી આધાર પુરાવા રજુ કરવા અંગેની એક નોટિસ ફટકારતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર કલેક્ટરશ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં ગત સપ્તાહે મળેલ સંકલન સમિતિની મિટિંગમાં દાહોદના કોંગ્રેસના ધારાસભ્ય વજુભાઇ પણદાએ શહેરના ઇન્દોર અમદાવાદ હાઇવે રોડ પર ચાલતી ચામુંડા હોટલ સરકારી ખાલસા થયેલી જમીન ઉપર બનાવેલી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે અંગે કલેકટરશ્રીની નિર્દેશો અનુસાર દાહોદ પ્રાંત અધિકારીશ્રી તેજસ પરમારે ચામુંડા હોટલના દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી હાથ ધરતા ચકાસણી દરમિયાન આ હોટલ સરકારી ખાલસા થયેલ જમીન પર બનાવેલી હોવાનું ધ્યાને આવી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારીશ્રી એ દાહોદ મામલતદારને આ અંગે જાણ કરતા દાહોદ મામલતદાર તેમની ટીમ સાથે તાબડતોડ સ્થળ પર પહોંચી ચામુંડા હોટલને સીલ મારી હોટલ માલિકને તાત્કાલિક અસરથી હોટલના જરૂરી આધાર પુરાવા અત્રેની કચેરીએ રજુ કરવા નોટિસ ફટકારી હતી. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

error: Content is protected !!