ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે ડાકણ હોવાનો વહેમે એક જ પરિવારના ચાર સભ્યોએ એક વ્યક્તિના મકાનમાં કર્યો પથ્થરમારો,મકાનમાં તોડફોડ,એક મહિલા સહિત બે ઈજાગ્રસ્ત…

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

 

ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે ડાકણ હોવાનો વહેમે એક જ પરિવારના ચાર સભ્યોએ એક વ્યક્તિના મકાનમાં કર્યો પથ્થરમારો,મકાનમાં તોડફોડ,એક મહિલા સહિત બે ઈજાગ્રસ્ત…

 

દાહોદ તા.03

 

ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામેં એક જ પરિવારના 4 સભ્યોએ તેમના જ ફળિયાના રહેવાસીના ઘરે જઈ ડાકણ હોવાની વહેમે પથ્થરમારો કરી ઘરના નળીયામાં તોડફોડ કરી એક મહિલા સહિત બે વ્યક્તિઓ પર લાકડીઓ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળેલ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ધાવડિયા પાવડી ફળિયા ખાતે ના રહેવાસી સુરસીંગભાઈ લૂંજાભાઈ, વિજયભાઈ સુરસીંગભાઈ,નરેશભાઈ સુરસીંગભાઈ તેમજ નંદાબેન સુરસીંગભાઈએ તેમના જ ફળિયાના રહેવાસી શૈલેષભાઈ રમશુંભાઇ ભાભોર ના ઘરે જઈ લલિતાબેન પર ડાકણ હોવાનો વહેમ રાખી તું મારા છોકરાને ખાઈ ગઈ છે. કેમ કહી શૈલેષભાઈ ના ઘરે પથ્થરમારો કરી મકાનના નલિયામાં તોડફોડ કરી હતી. ત્યારબાદ ઉપરોક્ત ચારેય ઈસમોએ શૈલેષભાઈ તેમજ લલીતાબેન ને લાકડીઓના ફટકા મારી આગળથી અમને કંઈ નુકસાન થયું તો તેમને જાનથી મારી નાખીશું તેમ કહી નાસી ગયા હતા..

 ઉપરોકત બનાવ સંદર્ભે ધાવડિયા ગામના શૈલેષભાઈ રમસુ ભાઈ ભાભોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Share This Article