દક્ષેશ ચૌહાણ, ઝાલોદ
ઝાલોદમાં આરોગ્ય શાખા તેમજ સંજીવની ફાઉન્ડેશન દ્વારા મેડિકલ તપાસ કેમ્પ યોજાયો..
આજરોજ ઝાલોદ શહેરના વિશ્વકર્મા મંદિરના હોલમાં જીલ્લા આરોગ્ય શાખા અને સંજીવની ફાઉન્ડેશન દ્વારા ૧ થી ૧૮ વર્ષના સિકલસેલ ડીસીઝ દર્દીઓને ડો. ટીમ દ્વારા કુલ ૬૫ ડીસીઝ દર્દીઓની મેડિકલ તપાસ કરી જરુરી દર્દીઓને ૩ માસની દવા પણ આપવામાં આવી.
આજરોજ તા. 02/08/2022 ના રોજ વિશ્વકર્મા મંદિર હોલ, મુવાડા ચોકડી, ઝાલોદ ખાતે જિલ્લા આરોગ્ય શાખા અને સંજીવની ફાઉન્ડેશન ના સહયોગ થી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. સી. આર. પટેલ, જિલ્લા નોડલ ઓફિસરશ્રી ડો. નયન જોશી ના માર્ગદર્શન હેઠળ 1 થી 18 વર્ષ ના સિકલસેલ ડીસીઝ દર્દી ઓની ડો. દિવ્યેશ પટેલ અને તેમની ટીમ દ્વારા કુલ 65 ડીસીઝ દર્દી ઓની મેડિકલ તપાસ કરી જરૂરી 3 માસની દવાઓ આપવામાં આવી અને બોનૅમેરો ટ્રાન્સપ્લાન્ટ અંગે ની સમજ આપવામાં આવી, આ ઉપરાંત સંજીવની ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રીશન
કીટ આપવામાં આવી, ઝાલોદ અને સંજેલી બ્લોક ના કાઉન્સેલર મિત્રો દ્વારા તમામ ડીસીઝ દર્દી ઓનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું.