
સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામે 25 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી મોતને વ્હાલુ કર્યું..
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામે રહેતાં એક ૨૫ વર્ષીય યુવકે અગમ્યકારણોસર ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૭મી મેના રોજ ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામે ગરાસીયા ફળિયામાં રહેતાં ૨૫ વર્ષીય પ્રિતેશભાઈ મલાભાઈ ગરાસીયાએ અગમ્યકારણોસર પોતાના ઘરે મુકી રાખેલ ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લેતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન ગતરોજ પ્રિતેશભાઈનું મોત નીપજતાં આ સંબંધં મૃતક પ્રિતેશભાઈના ભાઈ મહેન્દ્રભાઈ મલાભાઈ ગરાસીયાએ લીમડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.