સુમિત વણઝારા
ઝાલોદ નજીક રાજપુરા ગામે ફોરવીલ ગાડીમાં લાગી આગ
ચાલકે સમય સૂચકતા વાપરતા મુસાફરોનો આબાદ બચાવ
આગના બનાવના પગલે ઈકો ગાડીમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા.
આગના બનાવની જાણ થતા ફાયર ફાઈટરની કરાઈ..
ઝાલોદ ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવી..
દાહોદ તા.25
ઝાલોદ તાલુકાના રાજપુર નજીક મુસાફરો ભરીને પસાર થતી ફોર વહીલ ગાડીમાં એકાએક આગ ફાટી નીકળતા ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરોને સલામત રીતે બહાર કાઢી ચાલો ફાયર ફાઈટર ને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
વધુ મળતો માહિતી અનુસાર ઝાલોદ ફતેપુરા વચ્ચે રાજપુર નજીક મુસાફરો ભરીને પસાર થતી ઈક્કો ગાડીના એન્જીનમાં એકાએક આગ ફાટી નીકળતા ઈકો ગાડીમાં સવાર ચાલક તેમજ મુસાફરો ગભરાઈ ગયા હતા. જોકે આગ વિકરાલ રૂપ ધારણ કરે તે પહેલા ચાલકે સમય સુચકતા વાપરી મુસાફરોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડી દીધા હતા. ત્યારબાદ બનાવની જાણ થતાં ફાયર ફાઈટર ને કરાતા ઝાલોદ ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી હતી. જોકે આ સમગ્ર ઘટનામાં ઈકોગાડી બળે ને સંપૂર્ણ ખાખ થઇ જવા પામી હતી..