રાજેશ વસાવે દાહોદ
ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે બનેલી કરૂણ ઘટના.
માસી સાસુના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોણા બે વર્ષના બાળક સાથે અગનપિછોડી ઓઢી
માતા-પુત્ર અને સારવાર અર્થે વડોદરા ખસેડાયા બાદ માતાનું મોત: પુત્રની હાલત ગંભીર
દાહોદ તા.23
ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે ખેતી તથા ઘરનાં કામકાજ બાબતે અવારનવાર ઝઘડો કરી તથા મેણા ટોણા મારી માસીયા સાસુ દ્વારા ગુજારાતા માનસિક ત્રાસથી કંટાળી ગયેલી ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામની એક સંતાનની માતાએ પોતાના પોણા બે વર્ષીય વ્હાલસોયા દીકરાને સાથે રાખી મરવા માટે પોતાના અને દીકરાના શરીર પર જવલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતે દીવાસળી ચાંપી અગન પિછોડી ઓઢી લેતા આખા શરીરે દાઝી ગયેલા મા-દીકરાને સારવાર માટે વડોદરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નિપજયાનુ પોલીસ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ભાટીવાડા ગામની એમ.એ.બી.એડ થયેલ આશાબેન ડામોર ના લગ્ન ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે રહેતા આને પાવડી ખાતે એસ.આર.પી ગૃપ ૪ માં ફરજ બજાવતા સાગર ભાઈ સુરતાન ભાઈ સાથે ચારેક વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા આશાબેન ના પતિ સાગરભાઇ એસઆરપી માં નોકરી કરતા હોવાથી તેઓ ઘરે ન રહેતા આશાબેન પોતાની માસિયા સાસુ સમિલા બેન સાથે રહેતી હતી આશાબેન ને સંતાનમાં પોણા બે વર્ષનો દીકરો સારાંશ હતો આશાબેન ભણેલી હોવા થી આગળ ભણવા માટે દિવસ દરમિયાન વાંચન કરતી રહેતી હોવાથી તેની માસીયા સાસુ સમિલા બેન ને તે ગમતું ન હોવાથી તે અવાર-નવાર આશાબેન સાથે ખેતીના તથા ઘરનાં કામકાજ બાબતે ઝઘડો તકરાર કરી મહેણાં ટોણાં મારી માનસિક ત્રાસ ગુજારતી હતી જેથી કંટાળી એક દિવસ આશાબેન પોતાના દીકરા સારાંશ ને લઇ અમદાવાદ સાણંદ ખાતે નોકરીની તલાશમાં નીકળી પડી હતી ત્યારે આશાબેન ના માતા-પિતા તથા ભાઇએ તેને સમજાવી પરંતુ તેની સાસરીમાં મોકલી હતી પરંતુ તેની માસી સાસુ સમીલાબેન ના વર્તનમાં કોઈ બદલાવ આવ્યો ન હતો આને વધારે ત્રાસ આપવા લાગતા રોજે રોજના આ ત્રાસ આશાબેન માટે અસહ્ય થઈ પડતાં આશાબેન એ પોતાના જીવનનો અંત લાવવા નિર્ણય કર્યો હતો અને તેને અમલમાં મૂકવા આશાબેન ને પોતાના દીકરા સારાંશ ને સાથે રાખી મારવા માટે પોતાના અને દીકરાના શરીર પર જવલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી અગનપિછોડી ઓઢી લેતાં બંને મા દીકરા શરીરે સખત દાઝી ગયા હતા જેથી તેઓને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ઇજાની ગંભીરતાને ધ્યાને લઇ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેમાં દીકરાને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આશાબેન નું મોત નીપજ્યું હતું જ્યારે દીકરો સારાંશ વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ સંબંધે મરણ જનાર આશાબેન ના ભાઈ સાગરભાઇ રૂપાભાઈ ડામોરે ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે મોટી હાંડી ગામના સમીલાબેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.