રાજેશ વસાવે દાહોદ
ઝાલોદ તાલુકાના મહુડી ગામની પ્રાથમિક શાળા માં દારૂની મહેફીલ..
અસામાજિક તત્વો એ દારૂ પીને બોટલ કલાસમાં જ ફોડી
શાળા સંચાલકોએ પોલીસ ને જાણ કરતાં તપાસ શરૂ.
દાહોદ તા.23
ઝાલોદ તાલુકાના મહુડી ગામે કેટલાક અસામાજીક તત્વોએ દારૂના નશામાં છાટકા બનીને વિદ્યાના મંદિરમાં દારૂની મેહફીલ માણ્યા બાદ કાચની બોટલો શાળાના ઓરડામાં તેમજ ગેલેરીમાં ફોડી શાળાના ઓરડાઓમાં વિખેરાયલા દારૂની કાંચની બોટલોના ટુકડા જોવા મળતા શાળા સંચાલકો તેમજ આસપાસના સ્થાનિકોએ પોલીસ મથકે જાણ કરી છે
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા મહુડી ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં શાળાની રજાના દિવસે કેટલાક અસામાજિક તત્વોએ શાળાની પ્રિમાંઈસીસમાં પ્રવેશ કરીને દારૂની મેહફીલ માણી શાળાના ઓરડા તેમજ શાળાની ગેલેરી તેમજ ઓટલા પર દારૂની ખાલી બોટલો ફોડી વિદ્યાના મંદિરમાં સમાજને ના શોભે તેવું કૃત્ય કરી જતા રહ્યા હતા ત્યારબાદ આજથી શાળામાં પરીક્ષા શરૂ થતી હોવાના કારણે શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ શાળામાં પહોંચયા બાદ શાળા પરિસરમાં દારૂની ખાલી બોટલો ફૂટેલી હાલતમાં શાળા પરિસર માં વેર વિખેર થયેલા જોવા મળતા સૌ કોઈ સ્તબ્ધ બની ગયું અને આ બનાવ અંગે ની જાણ ગામના સરપંચ અને ઉપસરપંચ તેમજ બીટીપી ના કાર્યકર્તાઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈ મહુડી તેમજ હડમત ખુટા ગામના લોકોને ભેગા કરી સમગ્ર મામલાની જાણ ઝાલોદ પોલીસને કરતા ઝાલોદ પોલીસ સમક્ષ ગામના આગેવાનો દ્રારા દોષીતો ને પકડી કડક માં કડક કાર્યવાહી કરવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી તેમજ ઉપરોક્ત ભેગા થયેલા લોકોએ શાળાની સમિતિની રચના કરવા શાળાની ફરતે દીવાર બનાવવા વોચમેન મુકવા શાળામાં તૂટેલા નવા કરવા શાળાનો ઓટલો બનાવવા તેમજ શાળાને કલર કરવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.