ફતેપુરાના મોટાસરણૈયાથી રાજસ્થાન કતલખાને લઈ જવાતા પશુ ધનને ગૌરક્ષક સમિતિએ બચાવી.! 

Editor Dahod Live
4 Min Read

ફતેપુરા તાલુકાના મોટાસરણૈયાથી રાજસ્થાન કતલખાને જતી બાર ભેસો ગૌરક્ષક સમિતિએ બચાવી 

ફતેપુરા પોલીસે પશુ હેરાફેરીમાં સંડોવાયેલા ચાર રાજસ્થાની ઈસમોની ધરપકડ કરી કુલ રૂપિયા 6.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રિપોર્ટર:બાબુ સોલંકી સુખસર

સુખસર,તા.14

      ફતેપુરા તથા સુખસર તાલુકાના નાના સિંગલ પટ્ટી માર્ગો ઉપરથી સંતરામપુર તાલુકામાંથી રાજસ્થાન ના કતલખાનાઓમાં કતલ માટે પશુઓની મોટાપાયે હેરાફેરી કરવામાં આવી રહી છે.જે પૈકી કતલખાના સાથે સંકળાયેલા લોકો જીવ દયા પ્રેમી લોકોના લીધે ઝડપાય છે.જ્યારે મોટાભાગના પશુઓ સહી સલામત જે તે સ્થળે કતલખાનાઓ સુધી પહોંચી જતા હોય છે.ત્યારે 12 જાન્યુઆરીના રોજ સુખસરના ગૌરક્ષક સમિતિના સભ્યો દ્વારા ફતેપુરા તાલુકાના મોટા શરણૈયાથી રાજસ્થાન તરફ કતલખાને પહોંચાડવા ભેંસો લઈને નીકળેલા રાજસ્થાની ચાર ઈસમોને બાર ભેસો સાથે બાવાની હથોડ ગામેથી ઝડપી લઇ પોલીસને સોંપતા કાયદેસરની કાર્યવાહી કરી ભેંસોને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.     

  પ્રાપ્તિ વિગતો મુજબ 12 જાન્યુઆરી-25 ના રોજ ખાસ બાતમીદાર દ્વારા ફતેપુરા-સુખસર તાલુકા ગૌરક્ષક સમિતિના પ્રમુખને બાતમી મળેલ કે,મોટા શરણૈયા ગામેથી મહિન્દ્રા પીક અપ ડાલામા ભેંસો ભરી રાજસ્થાન તરફ કતલખાનામાં જનાર હોવાની પાકી હકીકત મળતા સુખસર તથા ફતેપુરાના ગૌરક્ષક સભ્યોએ બલૈયા ફતેપુરા મુખ્ય રોડથી બાવાની હથોડ તરફ જતા રસ્તા ઉપર વોચમાં ઉભા રહ્યા હતા.તે દરમ્યાન રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ શરણૈયા ગામ બાજુથી એક ટાટા 407 ફોરવીલ ટેમ્પો ગાડી નંબર-આરજે.09-જીડી. 9942 આવતા તેને ઈશારો કરી વાહન ઉભું રાખવાનો ઈશારો કરતા ચાલકે વાહન ઊભું રાખેલ.જ્યારે તેનું નામ-ઠામ પૂછતા પોતાનું નામ દિનેશભાઈ માંગુભાઈ વણઝારા રહે. મોડેરડા,તા.નિમ્બાહેડા,જી.ચિત્તોડગઢ (રાજસ્થાન)હોવાનું જણાવેલ.જ્યારે બાજુમાં બેઠેલા ઈસમનું નામ પૂછતા પોતે વકીલભાઈ રામાભાઇ જાતે વણઝારા રહે.મોડેરડા તા.નિમ્બાહેડા,જિ.ચિત્તોડગઢ (રાજસ્થાન)હોવાનું જણાવેલ.જ્યારે આ વાહનમાં શું ભર્યુ છે?તેવું પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.ત્યારે ગૌરક્ષક સમિતિના સભ્યોએ ટેમ્પોમાં જોતા કુલ સાત નંગ ભેસો ક્રુરતાપૂર્વક ટૂંકા દોરાથી ગળામાં તથા પગે બાંધેલી જોવા મળી હતી. 

 

      ઉપરોક્ત પીકઅપ ડાલાની પાછળ મહેન્દ્રા પીકપ ફોરવીલર ગાડી નંબર-આરજે-53 જીએ-1572 ની આવતા તેને પણ હાથનો ઇશારો કરી રોકી લીધેલ.અને તેનું નામ પૂછતા પોતાનું નામ નાગજીરામ સોજીરામ વણઝારા રહે.મોડેરડા,તા.નિમ્બાહેડા જિ.ચિત્તોડગઢ(રાજસ્થાન) જ્યારે તેની બાજુમાં બેઠેલા ઈસમને પૂછતા તેનું નામ પ્રકાશભાઈ સવજીભાઈ વણઝારા રહે.મોડેરડા,તા.નિમ્બાહેડા જી.ચિત્તોડગઢ(રાજસ્થાન) હોવાનું જણાવેલ.જ્યારે પીકઅપ ડાલામાં તપાસ કરતા ક્રૂરતા પૂર્વક બાંધેલ પાંચ ભેસો ભરેલ હોવાનું જણાઇ આવતાં ગૌરક્ષક સમિતિના સભ્યોએ તાત્કાલિક સુખસર તથા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં બંને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બાવાની હાથોડ ગામે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.આ ગુનો ફતેપુરા પોલીસ હદ વિસ્તારનો હોય ફતેપુરા પોલીસે ઝડપાયેલા ચાર ઈસમો, પિક અપ ડાલા નંગ 2 તથા 12 નંગ ભેસોનો કબજો મેળવ્યો હતો.

      આમ,પોતાના કબજાના ફોર વ્હિલર વાહનોમાં ભેંસો નંગ 12 રૂપિયા 20 હજાર લેખે કિંમત 2.40 લાખ બે વાહનોની કિંમત રૂ 3.70 લાખ તથા ત્રણ મોબાઇલની કિંમત 3 હજાર કુલ મળી રૂપિયા 6.40 લાખનો મુદ્દામાલ ફતેપુરા પોલીસે કબજે કરેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે ભેંસોને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.ઉપરોક્ત બાબતે ફતેપુરા- સુખસર ગૌરક્ષક સમિતિના પ્રમુખ સુખસરના વતની પંકજકુમાર હરિપ્રસાદ અગ્રવાલના ઓએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા દિનેશ માંગુભાઈ વણઝારા,વકીલ  રામાભાઈ વણઝારા,નાગજીરામ સોજીરામ વણઝારા તથા પ્રકાશ સવજીભાઈ વણઝારા તમામ રહે. મોડેરડા,તા.નિમ્બાહેડા,જી.ચિત્તોડગઢ (રાજસ્થાન) ના ઓની વિરુદ્ધમાં પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ ની કલમ 11(1)(એ)11 (1)(ડી) 11(1)(ઈ)11(1)(એચ)11 (1)(કે)મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article