Sunday, 08/09/2024
Dark Mode

કડાણા તાલુકાના માલવણ આર્ટસ કોલેજ દ્વારા વ્યસન મુક્તિ મહા અભિયાનનો કાર્યક્રમ યોજાયો

February 23, 2023
        1532
કડાણા તાલુકાના માલવણ આર્ટસ કોલેજ દ્વારા વ્યસન મુક્તિ મહા અભિયાનનો કાર્યક્રમ યોજાયો

બાબુ સોલંકી :- સુખસર

કડાણા તાલુકાના માલવણ આર્ટસ કોલેજ દ્વારા વ્યસન મુક્તિ મહા અભિયાનનો કાર્યક્રમ યોજાયો.

માલવણમાં રેલી કાઢી ગામમાં વ્યસન રુપી રાક્ષસના પૂતળાનું દહન કરાયું.

  સુખસર તા.23

 G-20 અંતર્ગત કડાણા તાલુકાના માલવણ ખાતે તારીખ 22 ફેબ્રુઆરી-23 ને બુધવારના રોજ શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ દાણી આર્ટ્સ કોલેજ માલવણ દ્વારા વ્યસનમુક્તિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.G-20 ના કો-ઓર્ડિનેટર ડૉ.નરેશ વણઝારા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,વ્યસન એ સમાજમાં દુષણ છે.અને એને દૂર કરવા માટે આપણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે.સમગ્ર માલવણ ગામમાં વ્યસનમુક્તિની રેલી કાઢવામાં આવી હતી.સાથે-સાથે માલવણ ગામમાં વ્યસન રૂપી રાક્ષસના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું.આ મહારેલીમાં કોલેજના આચાર્ય ડૉ.સી.એમ પટેલ તેમજ તમામ અધ્યાપકોએ સહકાર આપ્યો હતો. ખૂબ જ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ રેલીમાં ભાગ લીધો હતો.G-20ના કો.કોર્ડીનેટર ડૉ.સુનિલ સુથારે આ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!