ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં 74 માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.

Editor Dahod Live
2 Min Read
બાબુ સોલંકી :- સુખસર 
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં 74 માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.
ભિતોડી પ્રાથમિક શાળા સ્ટાફ દ્વારા જાન્યુઆરી-2022 થી જાન્યુઆરી-2023 સુધી જન્મેલ 10 દીકરીઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
   (પ્રતિનિધિ ) સુખસર,તા.27
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં 74 માં ગણતંત્ર દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.ગામમાંથી સૌથી વધુ એમ.એ.બી.એડનો અભ્યાસ કરેલ દીકરી મિતલબેનના હસ્તે તિરંગાને સલામી આપવામાં આવી હતી. શાળા પરિવાર અને ગામ ધારા દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથે ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર દીકરી ધોરણ એક,બે અને ત્રણથી પાંચમાં વાર્તા સ્પર્ધામાં તાલુકા કક્ષાએ બીજો નંબર મેળવનાર દીકરી
તથા કાવ્ય સ્પર્ધામાં તાલુકા કક્ષાએ બીજું સ્થાન મેળવનાર દીકરીઓનો પણ સન્માન કરવામાં આવ્યું હતું.સાથે-શાથે જાન્યુઆરી-2022 થી જાન્યુઆરી- 2023 સુધી જન્મેલ 10 દીકરીઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું.જેમાં સરકારશ્રી ની યોજનાઓ,મોડલ સ્કૂલો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ,એસ.ટી.પી વર્ગ કન્યા માટેની યોજનાઓ,એસ.એમ.સીના સભ્યોની ફરજો,વાલીઓની ફરજો, શાળા સ્વચ્છતા અને જાળવણી જેવા મુદ્દાઓની સઘન ચર્ચા કરવામાં આવી હતી.આચાર્ય,એસ.એમ.સીના સભ્યો અને ગ્રામજનોએ મળીને કરવામાં આવી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં બાળકોએ સ્વાગત ગીત,દેશભક્તિ ગીતો,કવાલી,નાટક,રાસ અને ગરબા ખૂબ ઉત્સાહથી રજૂ કર્યા હતા.તમામ બાળકોને સરપંચ દ્વારા તથા ગામ લોકો દ્વારા રોકડ પુરસ્કાર અને ઇનામ આપવામાં આવ્યા હતા.સાથે તમામ ગામ લોકોએ અત્યારે આઝાદી તો મેળવી છે પણ સાચા અર્થમાં આપણે આઝાદ નથી માનસિક રીતે આપણે દુર્ગુણો અને વ્યસનના ગુલામ ની ભોગવી રહ્યા છે.જેથી માનસિક રીતે આવા દુર્ગુણો અને વ્યસન માંથી આઝાદ થવા માટે આચાર્ય દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
Share This Article