
રિપોર્ટર :- બાબુ સોલંકી
ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલીમાં 50 વર્ષીય વૃદ્ધાના શંકાસ્પદ મોતની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી.
એકલા રહેતા વૃદ્ધા કૂવામાં પડતા મોતની નીપજ્યું હોવાનું જણાવતા કુટુંબીજનો: પોલીસે તપાસ હાથ ધરી.
વૃદ્ધા ના મોત બાબતે પિયરિયાઓને જાણ નહીં કરાતા ભત્રીજા દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી તપાસની માંગ કરવામાં આવી.
સુખસર,તા.29
ફતેપુરા તાલુકામાં દિન પ્રતિદિન કમોતના બનાવો વેગ પકડી રહ્યા છે. જેમાં એક બનાવનો કિસ્સો શાંત પડતો નથી ત્યાં જ બીજો કમોત બનાવ બની રહ્યો છે.તેવી જ રીતે આજરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં મોટી ઢઢેલી ગામે શંકાસ્પદ હાલતમાં એક વૃદ્ધાનુ મોત નીપજતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હોવાનું અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.બનાવની સત્યતા પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે રહેતા રમલીબેન ગળ્યાભાઈ પારગી ઉંમર વર્ષ 50 ને સંતાનમાં એક માત્ર પુત્રી છે.અને તેમની પૂત્રીના લગ્ન પણ થઈ ગયેલ છે. જ્યારે રમલીબેન પારગી પોતાની ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવતા હતા.જેઓ આજરોજ કોઈક કારણોસર કુવામાં પડતા રમલીબેન પારગીનાઓનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જો કે રમલી બેન કુવામાં પડ્યા અને તેમનું મોત નીપજવા બાબતે તેમના પિયર લખણપુર ગામે પરિવારજનોએ જાણ નહીં કરતા પરિવારના સભ્યો મોટી ઢઢેલી ગામે જઈ તપાસ કરતા રમલીબેન પારગી મરણ ગયેલ હોવાનું જણાઇ આવેલ.જ્યારે આ બાબતે પરિવારજનોને પૂછતા રમલીબેન પારગી કુવા ઉપર પાણી ભરવા જતાં કુવામાં પડતા તેમનું મોતની નીપજ્યું હોવાનુ જણાવી રહ્યા છે. જ્યારે મૃતક રમલી બેનના ભાઈના પુત્ર દ્વારા રમલીબેન પારગી સાથે કોઈ અઘટીત ઘટના ઘટી હોવા બાબતે તેમજ રમલીબેનને સંતાનમાં પુત્ર ન હોય તેમની મિલકત માંથી હટાવવાના ઈરાદાથી તેમની સાથે કોઈ અગટીત ઘટના ઘટી હોવાના આક્ષેપ સાથે લખણપુરના કમલેશભાઈ રમસુભાઈ તાવિયાડના ઓએ રમલી બેનના મોતની ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવે તે બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા સુખસર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.જોકે બનાવની સત્યતા પોલીસ તપાસ બાદજ જાણવા મળી શકશે.