બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના ભીટોડી ગામે આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
સુખસર,તા.09
ફતેપુરા તાલુકાના ભીતોડી ગામમાં આદિવાસી દિવસની અનોખી ઉજવણી કરાઈ.ફતેપુરા તાલુકાના ભીતોડી ગામમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં માતાઓ,બહેનો,વડીલો,યુવાનો અને નાના બાળકો આદિવાસી પોશાક પહેરવેશમાં અને હથિયારો સાથે શાળા ઉપર મળ્યા હતા.ત્યારબાદ ઉજવણીના ભાગરૂપે આદિવાસી ગીતો નૃત્ય ઢોલના તાલે રમ્યા હતા. ત્યારબાદ ગામમાં રેલી રૂપે જોડાયા હતા.હાથમાં તિરંગો લઈ સુત્રો બોલતા-બોલતા રમતા-રમતા કુદતા
રેલીમાં જોડાયા હતા.ગામમાં રેલી ફરી શાળા ઉપર આવી સૌ એકઠા થયા હતા.અને શાળાના આચાર્ય દ્વારા આદિવાસી દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે? ક્યારથી કરવામાં આવે છે?આદિવાસી સમાજ વિશે એના ઇતિહાસ વિશે ખૂબ સારી માહિતી આપવામાં આવી હતી.સાથે આદિવાસી સમાજને આગળ લઈ જવો હોય અને વિકાસ કરવો હશે અધર સમાજની હરોળમાં રહેવું હશે તો આદિવાસી સમાજ શિક્ષણ અને સંસ્કારી બનવા હાકલ કરી હતી.તથા પોતાના બાળકોને ઘરે દરરોજ એક કલાક ફરજિયાત શિક્ષણ કાર્ય કરાવવા માટે સંકલ્પ કર્યો હતો.સાથે ખોટા ખર્ચા અને સામાજિક કુરિવાજો દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો તથા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ માટે 15 મી ઓગસ્ટના રોજ આખા ગામમાં દરેક ઘરે તિરંગો ફરકાવવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.ગામમાં બધા વેર ઝેર ભૂલીને એકબીજા સાથે મળીને રહે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.આ રીતે એક યાદગાર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.