સિંગવડ તાલુકાની કેટલીક આંગણવાડીના પોતાના મકાનના હોવાથી બાળકોને લોકોના ઘરની ઓસરીમાં બેસવાનો વારો 

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ

 

 

સિંગવડ તાલુકાની કેટલીક આંગણવાડીના પોતાના મકાનના હોવાથી બાળકોને લોકોના ઘરની ઓસરીમાં બેસવાનો વારો                                         

 

સીંગવડ તા.05

 

સિંગવડ તાલુકાની કેટલીક આંગણવાડીઓના મકાનનો નહીં બનાવતા તેના લીધે બાળકોને તેડાઘરના મકાનમાં અથવા બીજાના મકાનની ઓસરીમાં બેસાડવામાં આવે છે.જ્યારે ઘણી આંગણવાડીઓમાં બોર મોટર કે પાણીની વ્યવસ્થા નહીં હોવાના લીધે બાળકોને તેમના ઘરેથી પાણીની બોટલ લઈને જવી પડતી હોય છે.જ્યારે સરકાર દ્વારા આંગણવાડીઓ માટે આરોની સુવિધા આપવામાં આવી છે પરંતુ આંગણવાડીના પોતાના મકાન ન હોવાના લીધે પાણીના બોર મોટર કે પાણીની ટાંકી નથી તો આ આરો ક્યાં લગાવવાનું એક ચર્ચાનો વિષય છે જ્યારે ઘણી આંગણવાડીઓ વર્ષો જૂની ખખડધજ હાલતમાં છે.જ્યારે તેનામાં બરાબર સુવિધાઓ નથી જ્યારે ઘણી ખરી આંગણવાડીઓમાં લાઈટ ની સુવિધાઓ પણ ન હોવાના લીધે બાળકોને તકલીફો પડતી હોય છે. જ્યારે ઘણી આંગણવાડીઓના પોતાના મકાન ન હોવાના લીધે તેમને બીજાના ઘરની ઓસરીમાં બેસવા માટે બાળકોને મજબુર થવું પડતું હોય છે જ્યારે આંગણવાડીઓમાં સરકાર દ્વારા ઘણી સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ આંગણવાડીઓના પોતાના મકાન ન હોવાથી આ સરકાર દ્વારા અપાતી સુવીધા શું કામની તે એક ચર્ચાનો વિષય છે પરંતુ મકાન ની સુવિધા ઉભી ન કરાતાં બાળકોને તો લોકોના મકાનની ઓસરી કે પછી તૂટેલી જૂની આંગણવાડીઓ નો આશરો લેવો પડતો જ્યારે ઘણી આંગણવાડીઓમાં જવા માટે આરસીસી રસ્તાની પણ સુવિધા ન હોવાથી છોકરાઓને ખેતરની પાળી ઉપર થઈને આવું જવું પડતું હોય છે ઘણી આંગણવાડીના અગાડી ઢોરો બાંધી રાખવામાં આવતા હોય છે ખરેખર સરકાર નાના બાળકો માટે જે સુવિધાઓ આપે છે પરંતુ આંગણવાડીઓના મકાન ના હોવાના કારણે આ સુવિધાઓ કશું કામ નહીં લાગતી હોય તેમ લાગી રહ્યું છે માટે ખાસ આંગણવાડીઓના મકાન નો સિંગવડ તાલુકા ના બધા ગામોમાં વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી લોકોની માંગણી છે સીંગવડ તાલુકાના આંગણવાડી ના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ધ્યાનમાં લઈને ફટાફટ આંગણવાડીના મકાનો બાંધવામાં આવે તેવી લોકોની માંગ છે.

Share This Article