સીંગવડ તાલુકાના પતંગડી ગામે પશુઓ બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું : 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાઈ 

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા / કલ્પેશ શાહ :- દાહોદ, સીંગવડ 

સીંગવડ તાલુકાના પતંગડી ગામે પશુઓ બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું : 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાઈ 

દાહોદ તા.૨૯

સીંગવડ તાલુકાના પતંગડી ગામે પશુઓ બાબતે ગામમાંજ રહેતાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડાઓ ઉગ્ર રૂપ ધારણ કરતાં બંન્ને પક્ષો દ્વારા મારક હથિયારો વડે તેમજ છુટા હાથની મારામારીમાં ચાર જેટલા વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેમજ ભારે ધિંગાણાના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 પતંગડી ગામે નિશાળ ફળિયામાં રહેતાં ગણપતભાઈ સબુરભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદના આધારે, પોતાના ફળિયામાં રહેતાં શૈલેષભાઈ કલ્યાણસિંહ ચૌહાણ, કલ્યાણસિંહ કાળુભાઈ ચૌહાણ, વિક્રમભાઈ કાળુભાઈ ચૌહાણનાઓએ ગત તા.૨૭મી મેના રોજ એકસંપ થઈ ગણપતભાઈના ઘરે મારક હથિયારો ધારણ કરી આવ્યાં હતાં બળકો ખેતરમાં ઘુસી જવાના મામલે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ગણપતભાઈ દીલીપભાઈને લાકડા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવી નાસી ગયાં હતાં.

 

 સામાપક્ષેથી શૈલેષભાઈ કલ્યાણસિંહ ચૌહાણે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તેમના ગામમાં રહેતાં દિલીપભાઈ ગણપતભાઈ પટેલ, ગુલાબભાઈ માધુભાઈ પટેલ, ખુમાનભાઈ માધુભાઈ પટેલ, ગણપતભાઈ સબુરભાઈ પટેલનાઓએ બળદને માર મારતાં શૈલેશકુમારે બળદને માર મારવાની ના પડતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને શૈલેશભાઈ અને કલ્યાણસિંહને લોખંડની પાઈપ વડે અને લાકડી વડે શરીરે માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવી નાસી ગયાં હતાં.

 

 આ સંબંધે રણધીકપુર પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————-

Share This Article