સીંગવડ તાલુકાના પીપળીયા ગામે મકાનમાં ઓચિંતી આગ લાગતા સંપૂર્ણ મકાન બળીને રાખ: મકાનમાલિકને લાખોનું નુકસાન 

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ

 

સીંગવડ તાલુકાના પીપળીયા ગામે મકાનમાં ઓચિંતી આગ લાગતા સંપૂર્ણ મકાન બળીને રાખ: મકાનમાલિકને લાખોનું નુકસાન 

 

સીંગવડ તા. 19 

સીંગવડ તાલુકાના પીપળીયા ગામેં મહાકાલી મંદિર ફળિયામાં રહેતા પરમાર હિંમતભાઈ લક્ષ્મણભાઈ નામના વ્યક્તિ બે-ત્રણ દિવસ પહેલા જ મજૂરી કરીને તેમના ઘરે હોળીના તહેવારને લઈને આવ્યા હતા જ્યારે આ માણસને મકાનની જોડે રાડ પડેલી હોય ઓચિંતી આગ લાગી જવાથી આખું મકાન બળીને ખાખ થઇ જવા પામ્યું હતું જ્યારે આ મકાનમાં આગ લાગવાથી આજુબાજુના ઘરના લોકો દોડી આવ્યા હતા અને મકાનમાં લાગેલી આગ ને ઓલાવવા માટેના પ્રયાસ કર્યા હતા.પરંતુ વધુ પવન હોવાના લીધે આ આખું મકાન બળીને ખાખ થઇ જવા પામ્યું હતું.જ્યારે તેમાં અનાજ ગોદડા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.જ્યારે મજૂરીથી મજૂરી કરીને લાવેલા રૂપિયા પણ આગમાં બળી જવા પામ્યા હતા. જ્યારે મકાનમાં આગ લાગતાં સાથે દે.બારિયા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.પરંતુ ફાયર બ્રિગેડની ગાડી આવતા સમય લાગતા મકાન બળીને ખાખ થઈ જવા પામ્યું હતું.જોકે ફાયર બ્રિગેડની ગાડી અમુક તાલુકા દીઠ આપવામાં આવે તો ટૂંક સમયમાં આવી જાય તેમ છે. અને મકાન સળગતું અટકી શકે તેમ છે.પરંતુ આ ફાયર બ્રિગેડની ગાડીઓ સંતરામપુર દાહોદ દે.બારીયા હોય ત્યાંથી આવતા ટાઈમ લાગવાથી આ ગાડી કશું કામ નહી લાગી શકે તેમ નથી.જ્યારે મકાન બળીને ખાખ થઇ જતાં મકાન માલિક નહિ ઘરનો નહિ ઘાટનો થઈ ગયો હતો જ્યારે મકાનમાલિકને સરકાર તરફથી સહાય મળે તો તે ફરીથી તેનું મકાન ઊભું કરી શકે તેમ છે.

Share This Article