સીંગવડમાં સંત રવિદાસજીની રોહિત સમાજ દ્વારા 645 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ.

સિંગવડ તાલુકા માં રોહિત સમાજ દ્વારા સંત રવિદાસજી ની 645 મી જન્મ જયંતી હર્ષોઉલ્લાસ સાથે ઉજવાઈ

સીંગવડ તા.16

સીંગવડમાં સંત રવિદાસજીની રોહિત સમાજ દ્વારા 645 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સિંગવડ તાલુકા માં વસતા રોહિત સમાજના આગેવાનો સુરેશ ચૌહાણ રમેશ ચૌહાણ તથા મહેશ ચૌહાણ અને સમાજના લોકો દ્વારા સામાજિક સમરસતા દાહોદ જિલ્લાના ઉપક્રમે સંત શિરોમણી રવિદાસજી ની 645 જન્મ જયંતિની ખૂબ જ ઉત્સાહમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી મધ્યયુગીન સંત સ્વતંત્રના પ્રહરી” પ્રભુજી તુમ ચંદન હમ પાની ” જેવી નમ્રતાના પ્રતીક સમાજને ઊંચનીચના ભેદભાવ થી મુક્તિ અપાવનાર સમાજ ને આધ્યાત્મિક દિશા આપનાર અધિકાર યુગમાં સામાજિક અસમાનતા અને અત્યાચારના સમયમાં લોકોને સ્વમાન સ્વાભિમાન અને સ્વાવલંબન ના મૂલ્યો પૂરા પાડ્યા એવા સંત રવિદાસજી ની ભવ્ય જન્મ જયંતી ઉજવવામાં આવી આ કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાનો યુવાનો અને બહેનો જોડાયા હતા સાથે-સાથે સમાજ દ્વારા નિર્માણ કરાયેલા ચામુંડા માના મંદિરે આરતી અને ધૂન કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંથી કાંતિલાલ સેલોત અમરસિંહ બારીયા બાબુભાઈ રાવત ચિંતનભાઈ ભાભોર અને ડો. નિલેશ સેલોત ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું જ્યારે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ડો. નિલેશ સેલોત દ્વારા કરવામાં આવ્યું હતું

Share This Article