Thursday, 25/07/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં વિદ્યાર્થીઓ માટે બસોની સુવિધા ન હોવાથી પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબુર..

December 14, 2022
        4201
સિંગવડ તાલુકામાં વિદ્યાર્થીઓ માટે બસોની સુવિધા ન હોવાથી પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબુર..

 કલ્પેશ શાહ :- સીંગવડ

સિંગવડ તાલુકામાં  વિદ્યાર્થીઓ માટે બસોની સુવિધા ન હોવાથી પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા         

સિંગવડ તાલુકાના નાના આંબલીયા હાઈસ્કૂલમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને બસોની સુવિધા ન હોવાથી પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે વાહનોની બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર થવું પડતું હોય છે.             

સીંગવડ તા.14    

સિંગવડ તાલુકાના નાના આંબલીયા હાઈસ્કૂલમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ ઘણી દૂરથી આવતા હોય છે જેમાં ચમારીયા પ્રતાપપુરા બચકરીયા માંડલી પીછોડા મુવાડા કલ્યાણપુરા વગેરે ગામોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે જ્યારે વિદ્યાર્થીઓને ભણવા આવવા જવા માટે બસોની સુવિધા નહીં હોવાના લીધે તેમને પ્રાઇવેટ વાહનો ઉપર નભવું પડતું હોય છે અને તેમને તેમની જાનના જોખમે ભણવા માટે આવું પડતું હોય છે જ્યારે આ પ્રાઇવેટ  વાહનોમાં ઓછામાં ઓછા 50 થી 80 વિદ્યાર્થીઓએ ગાડીમાં બેસીને આવતા હોય છે અને આવી બે થી ત્રણ પ્રાઇવેટ વાહનો ચાલતા હોય છે જો સરકાર દ્વારા વિદ્યાર્થીની સુવિધા માટે બસોની સુવિધા આપવામાં આવે તો આ વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનનો સહારો નહીં લેવો પડે અને અકસ્માત થવાનો ભય પણ નહીં રહે તેમ છે જો ખરેખર આ ભણવા વાળા વિદ્યાર્થીઓને બસોની સુવિધા ઉભી કરવામાં આવે તો ભણવા આવા જવા વિદ્યાર્થીને સુવિધા મળી રહે તેમ છે જ્યારે સિંગવડ કોલેજમાં પણ આવતા વિદ્યાર્થીઓ ને બસની  સુવિધા નહી હોવાના લીધે તેમને પણ પ્રાઇવેટ વાહનો તથા મોટર સાયકલ ઉપર ભણવા આવવું પડતું હોય છે જ્યારે સિંગવડ તાલુકા માં ભણવા આવતા વિદ્યાર્થીઓને બસોની સુવિધા મળી રહે તેવી વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!