કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાની એસ.આર.ભાભોર આર્ટસ કોલેજના બહારથી બે મોટર સાયકલ ચોરાઈ..
સીંગવડ તા.10
સિંગવડ તાલુકાની એસ.આર.ભાભોર આર્ટસ કોલેજમાં પરીક્ષા ચાલતી હોય તેમાં વિદ્યાર્થીઓ દૂર દૂરથી પરીક્ષા આપવા માટે આવતા હોય છે.જ્યારે બસોની સુવિધા પૂરતી નહીં હોવાના લીધે વિદ્યાર્થીઓને પોતાની મોટર સાયકલો લઈને પરીક્ષા આપવા આવવું પડતું હોય છે.જ્યારે ઘણા ગામડાઓમાં વાહન વ્યવહાર નહીં હોવાના લીધે પણ વિદ્યાર્થીઓને પોતાની મોટરસાયકલનો ઉપયોગ કરવો પડતો હોય છે જેને લઇને હીરાપુર ગામના શંકર રણછોડ હઠીલાની સ્પલેન્ડર Gj-20 j-8114 ને તારીખ 4-10-2022 ના રોજ કોલેજના બહાર મૂકીને પરીક્ષા આપવા ગયા હતા.જ્યારે પરીક્ષા આપીને પાછા બહાર આવીને દેખતા તેમની મોટરસાયકલ જોવા નહીં મળતા તેમને 5-10-22 ના રોજ રણધીપુર પોલીસ સ્ટેશનને જાણવા જોગ અરજી આપવામાં આવી હતી જ્યારે નાની મંડૅર ગામના બારીયા પર્વત મનસુખની મોટરસાયકલ તેનો ભાણો પરીક્ષા આપવા માટે લઈને આવ્યો હતો તે પણ સ્પલેન્ડર Gj-20-A-4306 કોલેજમાં પરીક્ષા આપવા ગયા ત્યાર પછી બહાર આવીને દેખતા તે મોટરસાયકલ નહીં મળતા એ પણ ચોરાઈ જવા પામી હતી તેને પણ બીજા દિવસે જાણવાજોગ ફરિયાદ આપવામાં આવી હતી. જ્યારે આ બંને મોટર સાયકલ માલિકો દ્વારા રંધીપુર પોલીસ સ્ટેશનને જાણવા જોગ અરજી આપવામાં આવી હતી જ્યારે આ બંને મોટરસાયકલ એસ આર ભાભોર આર્ટ્સ કોલેજ ખાતેથી ચોરાઈ જવા પામી જ્યારે એસ આર ભાભોર આર્ટસ કોલેજમાં કેમેરા અંદર લગાવવામાં આવ્યા છે પરંતુ બહાર ની જગ્યાએ કેમેરા મૂકવામાં નહિ આવતા મોટર સાયકલ ચોરો તેનો ફાયદો ઉઠાવી મોટરસાયકલ ચોરવાનું સહેલું બનવા પામ્યું છે કોલેજના સંચાલકો દ્વારા બહાર કેમેરા લગાવવામાં આવે તો ચોરી ઓછી થાય તેમ લોકોમાં ચર્ચાનો વિષય છે.
