સંજેલી:ચૂંટણીમાં લાખો રૂપિયાના ખર્ચે બાઉન્સર ભાડે રાખનાર ઝૂસા ગામના ઉમેદવાર સરપંચ બન્યા 

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા:રાજેશ વસાવે :- દાહોદ

સંજેલી:ચૂંટણીમાં લાખો રૂપિયાના ખર્ચે બાઉન્સર ભાડે રાખનાર ઝૂસા ગામના ઉમેદવાર સરપંચ બન્યા 

 સમર્થકો તેમજ ટેકેદારોમાં ભારે ઉત્સાહ,ઉજવણી કરાઈ

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝુસા ગામમાં સરપંચ પદના ઉમેદવારે પોતાના સ્વરક્ષણ માટે લાખ્ખોના ખર્ચે ૨૦ બાઉન્સર રાખ્યાં હતાં જે ઉમેદવાર સરપંચ પંદે ચુંટાઈ આવી વિજય જાહેર થતાં સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

દાહોદ જિલ્લામાં ગામડાઓમાં લાખો રૂપિયાના ખર્ચ પંચાયતની ચુંટણીમાં થાય છે ત્યારે આ ચુંટણીઓ સંવેદનશીલ પણ એટલી જ હોય છે તેવા સમયે એક ખોબલવા જેટલા ગામનો સંજેલી તાલુકાના ઝુસા ગામનો માનસીંગભાઈ કાનજીભાઈ રાવત ૨૦ જેટલા બાઉન્સર લઇને ચુંટણી જંગમાં ઉતરતા આ જિલ્લામાં પંચાયતી રાજનુ કેટલું મહત્વ છે તે સમજી શકાય તેવી બાબત છે. દાહોદ જિલ્લો પછાત કહેવાય છે પરંતુ તે જિલ્લામાં સત્તા મેળવવાની પરાકાષ્ઠા કેવી છે તેે કેટલાંક કિસ્સાઓ પરથી પુરવાર થઇ જાય છે.

માનસીંગભાઇ કાનજીભાઇ રાવતે ખાનગી સીક્યુરીટીના ૨૦ જેટલા બાઉન્સરો સ્વરક્ષણ માટે રાખ્યા હતાં તેમના કહેવા મુજબ ગામમાં પ્રચારમાં સામા પક્ષેથી ધાક ધમકી આપવામાં આવે હતકી. આખી રાત વાહનો દોડાવાય છે ત્યારે તેમણે પોતાના ખર્ચે પોતાના બચાવ માટે આ સીક્યુરીટી રાખવાની ફરજ પડી હતીય ગામમાં તેમનો ઠાઠ જાેઇને સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયાં હતાં છે અને તેમને આપેલી સીક્યુરીટીનો પત્ર પણ પોલીસ વિભાગને જાણ માટે આપવામાં આવ્યો છે. આ ઉમેદવારે પોતાની સીક્યુરીટી માટે એવન લાઇન સિક્યોરીટી નામની ગોધરાની સીક્યુરીટી કંપનીમાંથી આ બાઉન્સર રાખ્યાંછે ત્યારે તેનો ખર્ચ કેટલો થશે તે સમજી શકાય તેવી બાબત છે. ઉપરાંત ચુંટણીમાં મતદાન માટે નાંણાની રેલમ છેલ થાય છે તે અલગથી ખર્ચ થશે ત્યારે આ આદિવાસી પછાત આને ગરીબ લેખાતા જિલ્લાની સાહેબી આવી ઘટનાઓ આપો આપ જ વર્ણવી જાય છે. આ સરપંચ પદના ઉમેદવાર માનસીંગભાઈનો વિજય થયો હતો જેમને ૮૨૫ મત મળતાં ૧૨ મતે વિજય થયાં હતાં. માનસીંગભાઈ વિજય થતાં તેમના સમર્થકો અને ટેકેદારો સહિત કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.

 

————-

Share This Article