
જીગ્નેશ બારીયા :- દાહોદ/બાબુ સોલંકી :- સુખસર
સંજેલી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષિકાના વાઈરલ વિડિયો પ્રકરણમાં શિક્ષાત્મક કાર્યવાહી
આચાર્યના 3 ઈજાફા અને શિક્ષિકાના 2 ઈજાફા અટકાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો આદેશ
સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયો ના આધારે તપાસ હાથ ધરાઇ હતી
આચાર્ય અને શિક્ષિકા ના પ્રેમ પ્રકરણમાં પોલીસ ફરિયાદના ચુકાદાને આધીન બંધનકર્તા રહેવાની શરત
( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૮
દાહોદ જિલ્લા હસ્તકની સરકારી પ્રાથમિક શાળા તાલુકો સંજેલીના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા કર્મચારીના પ્રેમ પ્રકરણ તથા અન્ય કારણોસર ગામના ગ્રામજનોની તારીખ 24/10/2018 ના રોજની રજૂઆત અન્વયે પ્રેમ પ્રકરણ સબબ બાબતોની તપાસ કરી પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ થયેલ.અહેવાલમાં ઉલ્લેખિત વિગતોનુસાર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો ગુજરાતી ટીવી ન્યુઝ (tv9 એબીપી અસ્મિતા)માં પ્રસિદ્ધ થયેલ વિડિયો પ્રાથમિક શાળા કેમ્પસનો જ છે.તથા વીડિયોમાં મજકુર કર્મચારીઓ સરકારી પ્રાથમિક શાળાનાજ હોવાનું વધુ સ્પષ્ટતા પુર્વક જણાયેલ હતું.અને આ વિડીયો શાળાના કેમ્પસમાં ઉતાર્યો હોવાનું જણાઇ આવેલ.જે ગંભીર બાબતો પરત્વે વડી કચેરીથી મળેલ મંજૂરીને આધીન તારીખ 5/11/ 2018 ના રોજથી મજકુર ને ફરજ મોકુફ કરવામાં આવેલ.
આ પ્રકરણ અંતર્ગત ખાતાકીય તપાસ આદેશ કરવામાં આવેલ હતો ખાતાકીય તપાસ અહેવાલ સબબની વિગતોનુસાર સોશિયલ મીડિયામાં ચારિત્ર્ય બાબત નો વિડીયો પ્રસિદ્ધ થયેલ હતો આ મજબૂર દોષિત જણાયેલ તથા વિડિયો ની સીડી ઉપલબ્ધ છે ખાતાકીય તપાસ અન્વયે ના લેખિત નિવેદન પુરાવાઓ પ્રાથમિક તપાસ અહેવાલને આધારે મજબુર કર્મચારીઓને સંબંધિત વાયરલ થયેલ વિડિયો સત્ય હકીકત લક્ષી છે સદર પ્રકરણમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી ઉક્ત બાબતે અત્રેની કચેરીએ રૂબરૂ સુનાવણી તારીખ 23 6 2021 ના રોજ રાખવામાં આવેલ હતી ઉક્ત સુનાવણીમાં મજકુર બન્ને કર્મચારીઓ હાજર રહેવા પામેલ હતા .
તમામ સાધનિક પુરાવા,લેખિત નિવેદનોનો તલસ્પર્શી અભ્યાસ કરતા વિડીયો ક્લિપમાં શાળાના કાર્યાલયનો ઓરડો હોવાનુ સ્પષ્ટ જણાઇ આવેલ હતું.પ્રાથમિક તપાસ,ખાતાકીય તપાસ સમીતીના નિવેદનો મુજબ પણ સાગર વીડિયો ક્લીપમાં મજકુર જ હોવાના સ્પષ્ટતા પૂર્વક જણાઈ રહ્યા છે. વિડીયો ક્લિપમાં કરવામાં આવતી ચેષ્ટા પણ ઉક્ત લેખિત નિવેદનથી તદ્દન વિપરિત હોવા તરફ ઇશારો કરે છે.
શિક્ષક-શિક્ષિકાને વિવિધ ખાતાકીય શિક્ષા કરી,ઇજાફા રોકવામાં આવ્યા.
શાળા કેમ્પસમાં શિક્ષકને ન સાંજે તેવું વર્તન કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ જણાતા આદર્શ આચારસંહિતા ભંગ થયાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે. જેથી ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998 ના 3 (2)(3)નો ભંગ થયો હોવાનું પણ યથાર્થ ઠરે છે.જેથી કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવા અભિપ્રાય પણ બને છે.તેવા સંજોગોમાં ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ)નિયમો 1997 ના 6(1)અન્વયે વાર્ષિક ઇજાફાની ભવિષ્યની અસર સાથે અટકાયત કરવી તથા મજકૂર બંનેની શિક્ષાત્મક બદલી તારીખ 28/7/2021 ના આદેશથી કરવામાં આવે છે.સદર બદલી શિક્ષાત્મક હોવાના કારણે મજકુરને વાટચાલનું અન્ય કોઈ ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં.તેમજ શિક્ષાત્મક બદલી હોય આગાઉની શાળાની સિનિયોરીટી ચાલુ રહેશે નહીં. તેમજ આ પ્રકરણ સબબ થયેલ પોલીસ ફરિયાદના ચુકાદાને આધીન બંધન કર્તા રહેવાની શરતે જ આ આદેશ કરવામાં આવેલ છે.વધુ વિગતે પુરુષ કર્મચારી ત્રણ (3)ઇજાફા અને સ્ત્રી કર્મચારીના બે(2) ઇજાફા અટકાવવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.