Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ:તામિલનાડુ ચૂંટણી બંદોબસ્તમાં ગયેલા 47 એસઆરપી જવાન કોરોના સંક્રમિત થતાં હાહાકાર….

દાહોદ:તામિલનાડુ ચૂંટણી બંદોબસ્તમાં ગયેલા 47 એસઆરપી જવાન કોરોના સંક્રમિત થતાં હાહાકાર….

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ પાસે પાવડી એસઆરપી ગૃપમાં સાગમટે 47 જવાનો કોરોના પોઝીટીવ આવતાં હાહાકાર
  • તામિલનાડુની ચુંટણીના બંદોબસ્તમાં ગયા હતા
    કુલ 408 જવાનોના સામુહિક ટેસ્ટ કરાતાં પરિણામ બહાર આવ્યુ

દાહોદ તા.11

દાહોદ પાસે પાવડીમાં આવેલા એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા જવાનો તામિલનાડુની ચુંટણીના બંદોબસ્તમાં ગયા હતા.આ કેમ્પમાં આજે કોરોનાના સામુહિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જ્યાં સાગમટે 47 જવાનો પોઝીટીવ આવતાં સમગ્ર કેમ્પમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

દાહોદ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે ટેસ્ટીંગ અને રસીકરણ વધારવામાં આવ્યા છે.જેથી જિલ્લામાં ઠેર ઠેર ટેસ્ટીંગ કેમ્પ શરુ કરવામાં આવ્યા છે.દાહોદ શહેરમાં પણ બસ સ્ટેશનથી માંડી હેલ્થ સેન્ટરોમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.તારીખ 11 થી 14 દરમિયાન રસીકરણ ઉત્સવ દરમિયાન વિવિધ સંગઠનો દ્રારા રસીકરણના આયોજન પણ કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાઇ રહી છે.જેથી આ ચુંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અન્ય રાજ્યોમાંથી પોલીસ,એસઆરપી,બીએસએફ જેવી વિવિધ બટાલિયનોને બોલાવવામાં આવે છે.તેવી જ રીતે દાહોદ પાસે પાવડીમાં આવેલા અસઆરપી કેમ્પમાંથી પણ 392 એસઆપરપી જવાનોને તામિલનાડુની ચુંટણીના બંદોબસ્તમાં બોલાવવામાં આવ્યા હતા.

રવિવાર તારીખ 11 એપ્રિલના રોજ તાલુકા હેલ્થ કચેરી દ્રારા પાવડી એસઆરપી કેમ્પમાં સામુહિક ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં 408 જેટલા એસઆરપી જવાનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.તેમાંથી એક સાથે 47 એસઆરપી જવાનોને કોરોના પોોઝીટીવ આવતાં સમગ્ર કેમ્પમા હાહાકાર મચી ગયો છે.આ જવાનો કોના કોના સંપર્કમાં આવ્યા હશે અને કેેટલું સંક્રમણ થયુ હશે તે ચકાસવુ જરુરી છે.

error: Content is protected !!