દાહોદ તાલુકાના લીમખેડા નજીક અમદાવાદ ઈન્દોર હાઈવે પર સ્વીફ્ટ કાર ને ટાયર ફાટતા નડ્યો અકસ્માત: કારમાં સવાર પાંચ થી છ લોકો ઈજાગ્રસ્ત

Editor Dahod Live
2 Min Read

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

અમદાવાદ ઈન્દોર હાઈવે પર સ્વીફ્ટ કાર ને ટાયર ફાટતા નડ્યો અકસ્માત 

દાહોદ બાજુ થી સુરત તરફ જવા નીકળેલી સ્વીફ્ટ કાર ને ઢઢેલા ગામે ગાડી ટાયર ફાટતાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડ ની વચ્ચે પલ્ટી મારી

કાર માં પાંચથી છ જણ બેઠેલા હતા તેમાં અન્યને નાની-મોટી ઇજાઓ

ચાલકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે 108 દ્વારા દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

અકસ્માતની જાણ પોલીસને થતા તાબડતોડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ તા.22

લીમખેડા તાલુકાના મંગળમહુડી ખાતે ઇન્દોર-અમદાવાદ હાઈવે પર મારુતી સ્વીફ્ટ કાર ને અકસ્માત નડતા કારમાં સવાર ચાલક સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચતા તેઓને ૧૦૮ મારફતેસારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે.

 વધુ મળતી માહિતી મુજબ ઇન્દોર-અમદાવાદ હાઇવે પર દાહોદથી સુરત તરફ જતી મારુતિ સ્વીફ્ટ કાર મંગળમહુડી નજીક ઢઢેલા નજીકથી પસાર થઈ રહી હતી. તે સમયે સ્વીફ્ટ કાર નો ટાયર ફાટી જતા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા મારૂતિ સ્વીફ્ટ કારને અકસ્માત નડયો હતો. જેમાં ગાડીમાં સવાર ચાલક સહીત 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તે સમયે આસપાસના સ્થાનિકો તેમજ હાઇવે ના માણસો ઘટનાસ્થળે દોડી આવી ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢી ઇજાગ્રસ્ત થયેલા લોકોને ૧૦૮ મારફતે  દાહોદ ખાતે સારવાર માટે મોકલી આપ્યો હતો. આ બનાવ સંબંધે લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article