Sunday, 08/09/2024
Dark Mode

લીમખેડા તાલુકાના પોલીસીમલ ગામે છોકરીના નિકાલના પૈસાની બાબતે છકડામાં બે મહિલાઓનું અપહરણ કરી લઈ જતા વેળાએ છકડો પલટી માર્યું: એક મહિલાનું

March 17, 2022
        2026
લીમખેડા તાલુકાના પોલીસીમલ ગામે છોકરીના નિકાલના પૈસાની બાબતે છકડામાં બે મહિલાઓનું અપહરણ કરી લઈ જતા વેળાએ છકડો પલટી માર્યું: એક મહિલાનું

રાજેશ વસાવે :- દાહોદ

લીમખેડા તાલુકાના પોલીસીમલ ગામે છોકરીના નિકાલના પૈસાની બાબતે છકડામાં બે મહિલાઓનું અપહરણ કરી લઈ જતા વેળાએ છકડો પલટી માર્યું: એક મહિલાનું મોત.

દાહોદ તા.17

ધાનપુર તાલુકાના મહુનાળા ગામના પિતા પુત્રની ત્રિપુટીએ છોકરી ના નિકાલ બાબતે ના પૈસાની માંગણી કરવા માટે લીમખેડા તાલુકાના પોલીસિમળ ગામના એક વ્યક્તિના ઘરે જઈ પૈસાની માગણી કરી બે મહિલાઓનો બળજબરીથી છકડામાં અપહરણ કરી છકડો પુરઝડપે હંકારી લઈ જતા વેળાએ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા છકડો પલ્ટી ખાઈ ગયો હતો. જેમાં એક ૪૦ વર્ષીય મહિલાનું મોત નિપજયુ હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના મહુનાળા ગામના ધૂળિયા ભાઈ માનસિંગભાઈ પસાયા, મડિયાભાઈ ધુલીયાભાઈ પસાયા, તેમજ અનીશભાઈ ધુળીયા ભાઈ પસાયા મળી ઉપરોક્ત પિતા-પુત્રની ત્રિપુટીએ લીમખેડા તાલુકાના પોલીસિમળ ગામના રમસુભાઈ હુમજીભાઈ ડામોરના ઘરે જઈ તમે અમારી છોકરી અંકિતાનો નિકાલ કરેલ છે. તો તેના પૈસા આપો નહિ તો અમે અમારી છોકરીને ઘરે લઇ જઈએ છે. તેમ કહી રમસુભાઈ હુમજીભાઈ ડામોરની પત્ની રમીલાબેન ડામોર તેમજ તેમની ભાભી ધૂળિબેનને બળજબરીથી છકડામાં બેસાડી છકડો પુર ઝડપે હંકારી લઇ જતા રસ્તામાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા છકડો પલ્ટી ખાઈ ગયો હતો. જેના લીધે છકડામાં બસેલી 40 વર્ષીય રમીલાબેન રમસુભાઈ ડામોરને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું.

ઉપરોકત બનાવ સંદર્ભે લીમખેડા પોલીસિમળ ગામના રમસુભાઈ ડામોર લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!