લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે હાઇવે પર વિહાર કરતા જૈન સાધ્વી સહિત અન્ય એક વ્યક્તિને અજાણ્યા ટ્રકે અડફેટે લીધા..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ / ગૌરવ પટેલ :- લીમખેડા

લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે હાઇવે પર વિહાર કરતા જૈન સાધ્વી સહિત અન્ય એક વ્યક્તિને અજાણ્યા ટ્રકે અડફેટે લીધા..

દાહોદ તા.08

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક અજાણી ટ્રકની અડફેટે વિહાર કરતા જૈન સાધ્વી સહિત એક વ્યક્તિને અડફેટમાં લેતાં જૈન સાધ્વી સહિત બે જણાને ઈજાઓ પહોંચી છે . ઘટના બાદ બંને ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે

વધુ મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે હાઈવે પર જૈન સાધ્વી દર્શનજીમાં સા. તથા તેમની સાથે અન્ય એક ચંદુભાઇ નામક વ્યક્તિ પગપાળા પસાર થઈ રહ્યાં હતાં . તે સમયે ત્યાંથી એક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં ટ્રકના ચાલકે જૈન સાધ્વી તેમજ એક વ્યક્તિને અડફેટમાં લેતાં બંન્નેને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે જૈન સાધ્વી સહિત અન્ય એક વ્યક્તિને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં .

ઘટનાને પગલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Share This Article