
લીમખેડાના સાસ્ટામાં તુવેર વાઢવાનુ ના પાડતા ઘરધણીને ફટકાર્યો:મકાન પર પથ્થરમારો શેડને આગ ચાંપી…
દાહોદ તા.02
દાહોદ જિલ્લાના લીમખેડાના શાષ્ટા ગામે બપોરના સમયે ખેતરમાં વાવેલ તુવેર કાપવા આવેલ ઈસમોને રોકવાના મામલે થયેલા ઘડામાં પથ્થરમારો કરી એક શેડને આગ ચાંપી તેની બાજુમાં બનાવેલ છાપરાની તોડફોડ કરી નુકશાન પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાક ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર શાસ્ટા ગામના ચારેલ ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય સોમાભાઈ સબુરભાઈ ચારેલ તથા તેમના ઘરના માણસો પોતાના ખેતરમાં બનાવેલ શેડ નીચે બેઠા હતા તે વખતે તેમના ગામના ડાંગી કુટુંબના રસુલભાઈ મડીયાભાઈ, મહેશભાઈ મડીયાભાઈ, ચીમનભાઈ સબુરભાઈ તથા વિનોદભાઈ કુરબાનભાઈ વગેરે સોમાભાઈ ચારેલના ખેતરમાં વાવેલ તુવેર કાપવા આવતા સોમાભાઈ ચારેલે અન્ય સાથીઓ ઉશ્કેરાયા હતા અને બેફામ બિભત્સ ગાળો બોલી પથ્થરોમારી અલ્કેશભાઈને ડાબા પગે પથ્થર મારી તથા સોમાભાઈ ચારેલના શેડને આગ ચાંપી સળગાવી દઈ તથા તેની બાજુમાં સીમેન્ટની થાંભલીઓ
તોડી પડાતા આ સંબંધે શાષ્ટા ગામના ચારેલ ફળિયામાં રહેતા સોમાભાઈ સબુરભાઈ ચારેલે નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલિસે શાષ્ટા ગામનાં ડાંગી કુટુંબના રસુલભાઈ મડીયાભાઈ, મહેશભાઈ મડીયાભાઈ ચીમનભાઈ, સબુરભાઈ તથા વિનોંધભાઈ, કુરબાનભાઈ વિરૂદ્ધ ઈપીકો ક્લમ ૪૩૫, ૪૨૭, ૩૩૭, ૫૦૪, ૫૦૬-(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી ધરી છે.