સુમિત વણઝારા/સૌરભ ગેલોત, ઝાલોદ
રેલવેમાં ટીસીની નોકરી અપાવવાની લાલચ આપી મધ્યપ્રદેશની ઠગ ત્રિપુટીએ લીમડીના યુવક પાસેથી આઠ લાખ રૂપિયા પડાવ્યા..
મધ્યપ્રદેશની એક બે યુવક તેમજ એક મહિલાની ઠગ ત્રિપુટીએ ટુકડે ટુકડે કરી યુવક પાસેથી આઠ લાખ રૂપિયા પડાવ્યા..
છેતરપિંડી નો શિકાર થયેલા યુવકે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ: પોલીસે ત્રણેને દબોચ્યો
દાહોદ તા.૧૭
મધ્યપ્રદેશના બે યુવક તેમજ એક મહિલાની ત્રિપુટી ઠગ ટોળકીએ રેલ્વેનમાં નોકરીની અપાવવાની લાલચ આપી દાહોદ જિલ્લાના તાલુકાના લીમડી નગરના યુવક પાસેથી આઠ લાખ રૂપિયા જેવી માતબર રકમ ખંખેરી લેતા છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે ઠગ ત્રિપુટી વિરુદ્ધ છેતરપિંડી નો ગુનો દાખલ કર્યાનો જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી શાંતિનગર સોસાયટીના રહેવાસી નીતિનભાઈ મોહનભાઈ વાલ્મિકી રેલ્વેની નોકરીની શોધમાં તૈયારી કરી રહ્યો હતો તે સમયે મધ્યપ્રદેશના અંકિત રાઠોડ, વિજયનગર સીએમ શુકલીયા ખાતેની દુર્ગેશ્વરીબેન વસંતભાઈ વાઘેલા તેમજ ઇન્દોર ક્ષમા પેટ્રોલ પંપ પાસે સેક્ટરસી ના રહેવાસી અભિજીત ગુડુ શાહુ નામની ઠગ ત્રિપુટી રેલવેની નોકરી શોધી રહેલા નિતીન વાલ્મિકીના સંપર્ક કર્યો હતો. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે નીતિન વાલ્મિકીને પોતાનો શિકાર સમજી બેઠેલી આ ત્રિપુટી એ રેલવેમાં ટીસી તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી. જોકે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ઉક્તિને નીતિન વાલ્મિકીએ સાર્થક કરી મેલવેલી નોકરી મેળવવાની લાલચે આ ઠગ ત્રિપુટીની જાળમાં ફસાયો હતો અને ટુકડા ટુકડામાં આઠ લાખ રૂપિયા આ ઠગ ટોળકીને આપી દીધા હતા. પરંતુ ઘણો બધો સમય વિતવા છતાય પૈસા આપ્યા બાદ પણ તેને રેલવેની નોકરી ન મળતા નીતિન વાલ્મિકીએ ઉપરોક્ત ટોળકીનો સંપર્ક કરતા તેઓને કોઈ સંપર્કનો થયો હતો. અને આખરે પોતે છેતરપીડીનો ભોગ બન્યો હોય તેમ પ્રતિત થતા નીતિન વાલ્મિકીએ લીમડી પોલીસનો સંપર્ક સાઘી સગડી હકીકત જણાવતા લીમડી પોલીસે યુવકની ફરિયાદના આધારે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરી દુર્ગેશ્વરીબેન વાઘેલા, ઇન્દોરના અભિજીત શાહને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.