દાહોદ તાલુકાના ચંદવાણામાં કરિયાણાની દુકાનમાં તસ્કરોનો હાથફેરો: અડધા લાખની માલમત્તાની સાફસુફી

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના ચંદવાણામાં કરિયાણાની દુકાનમાં તસ્કરોનો હાથફેરો: અડધા લાખની માલમત્તાની સાફસુફી.

 

દાહોદ તા.૨૦

 

દાહોદ તાલુકાના ચંદવાણા ગામે આવેલ એક કરીયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી દુકાનમાંથી રોકડા રૂપીયા સહિત કરીયાણાનો સામાન મળી કુલ રૂા. ૬૮,૬૫૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામેલ છે.

 

ગત તા.૧૮મી સપ્ટેમ્બરના રોજ ચંદવાણા ગામે સંગાડીયા ફળિયામાં ગામમાં રહેતાં રમેશભાઈ ગણપતભાઈ બામણની કરીયાણાની દુકાનમાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ પ્રવેશ કર્યાેં હતો અને દુકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાં મુકી રાખેલ ખાદ્ય તેલના નાના મોટા ડબ્બા નંગ. ૪૨, એક બોરી તુવેર દાળ, એક બોરી વટાણાની દાળ, એક બોરી ખાંડ, ૨ ગોળની પેટી, તમાકુંના પેકેટ તથા ગલ્લામાં મુકી રાખેલ પરચુરણ રોકડા રૂપીયા ૫૦૦૦ એમ કુલ મળી રૂા. ૬૮,૬૫૦ની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે રમેશભાઈ ગણપતભાઈ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article